Mukhya Samachar
Cars

શું તમે Hondaની CBR1000RR-R બાઈક ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો ? તો આટલી બાબતોની ખાસ તકેદારી રાખો.

Are you planning to buy a Honda CBR1000RR-R bike? So take special care of such things.
  • કિંમત ઘટાડા મામલે આ સૌથી મોટો ઘટાડો.
  • કિંમતમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ તેની વધારે કિંમત.
  • કંપનીનું હજુ સુધી નવી કિંમતને લઈને ઓફિશિયલ નિવેદન નહી.
Are you planning to buy a Honda CBR1000RR-R bike? So take special care of such things.

જો તમે Hondaની CBR1000RR-R બાઈક ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. હાલમાં જ હોન્ડાએ તેમની બાઈકની કિંમતમાં 10 લાખ રૂપિયા ઘટાડી દીધા છે. હવે આ બાઈક રૂ. 23.56 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)માં ખરીદવા માટે ઉપલબ્ધ છે. કિંમત ઘટાડા મામલે આ સૌથી મોટો ઘટાડો છે.હોન્ડાની આ બાઈકને ભારતમાં ગયા વર્ષે જ લગભગ 33 લાખ રૂ. ની કિંમત પર લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ હજુ સુધી નવી કિંમતને લઈને ઓફિશિયલ નિવેદન નથી આપ્યું પરંતુ અપડેટ પ્રાઈસ લિસ્ટ કંપનીની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.કિંમતમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ તેની વધારે કિંમતને માનવામાં આવી રહ્યું છે. કારણ કે ફાયરબ્લેડ તેની હરીફ બાઈક જેમાં કાવાસાકી ZX-10R, રૂ. 15.83 લાખ, ડુકાટી પેનિગેલ V4 રૂ. 23.50 લાખ અને અપ્રિલિયા RSV4 રૂ. 23.69 લાખમાં સામેલ છે

Are you planning to buy a Honda CBR1000RR-R bike? So take special care of such things.

તેના કરતા લગભગ બમણી મોંઘી હતી આ કારણોસર કંપનીએ તેનું વેચાણ વધારવા અને આ બાઈક્સને ટક્કર આપવા કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. હોન્ડાની આ બાઈકમાં પાવરફુલ 999.9cc ના 4 સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યા છે. જે 217.5bhpની શાનદાર પાવર જનરેટ કરે છે.આ અગાઉ હોન્ડા કાર ઈન્ડિયાએ પોતાની કારો પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. હોન્ડાની જે કારો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તેમાં  City અને Amaze, WR-V SUV અને Jazz હેચબેકનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. હોન્ડા તરફથી સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર Jazz પ્રીમિયમ હેચબેક માટે આપવામાં આવી રહી છે. આ ઓફર માત્ર Jazzના પેટ્રોલ વેરિઅન્ટ પર જ લાગુ છે. આ ડિસ્કાઉન્ટ માત્ર એપ્રિલ મહિના સુધી જ છે.

Related posts

Best Mileage Car: આની માઈલેજની લોકો ખાય છે કસમ, ઘણી બાઈક પણ થઇ ફેલ

Mukhya Samachar

માર્કેટમાં આવી રહી છે સસ્તી કાર! આ કાર SUVને આપશે ટક્કર: જાણો તેના ફિચર્સ અને કિંમત

Mukhya Samachar

ફેબ્રુઆરીમાં Innova Crysta diesel વેરિઅન્ટ થઈ શકે છે લોન્ચ ડીલર સ્તરે થઇ રહી છે બુકિંગ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy