Mukhya Samachar
Travel

શું તમે એકલા ફરવાનો કરી રહ્યાં છો પ્લાન? તો આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન 

Are you planning to travel alone? So pay special attention to all these things
  • એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે
  • કેટલાક સમયમાં  ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે
  • એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો.

હરવું-ફરવું સૌ કોઈને ગમે છે. અને એમાં પણ હવે તો યુવાનો સોલો ટ્રાવેલ કરવા લાગ્યા છે. બેક પેક કર્યું અને નિકળી પડ્યા. સોલો ટ્રાવેલ કરવું સારું છે પરંતુ આ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.આમ તો એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં  ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તો તમે પણ એકલા ફરવા જાઓ છો તો પાયાની તૈયારીઓ કરીને જાઓ.

Are you planning to travel alone? So pay special attention to all these things

જેના માટે આટલી ટિપ્સ ફૉલો કરો.જ્યાં એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો. જેમાં આવવા-જવાનો, ખાવા-પીવાનો સહિતનો તમામ ખર્ચ સામેલ હોવા જોઈએ. એ પ્રમાણે તમે પૈસા ભેગા કરી શકો  છો.જયાં પણ તમે ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો ત્યાંની જાણકારી પહેલા મેળવો..ત્યાંની રીત-ભાત, સંસ્કૃતિ, આબોહવાની જાણકારી મેળવો. આ તમામ જાણકારી તમને ઓનલાઈન મળી શકે છે.હવે વાત કરીએ તમારી બેગની તો, તમારે ખુદ જ સામાન ઉપાડવાનો છે.

Are you planning to travel alone? So pay special attention to all these things

ખભા પર સામાન બેગથી ઉપાડવો સારો પડે છે. પેકિંગ દરમિયાન એ વસ્તુ ધ્યાનમાં રાખો કે અનેક વસ્તુઓ તમે ફરવા જાઓ છો ત્યાંથી મળી રહેશે. એટલે એ વસ્તુઓ ન લો. માત્ર જરૂરી વસ્તુઓ જ પેક કરો.જો તમે એકલા જઈ રહ્યા છો તો એડવાન્સ બુકિંગ મદદ કરશે. તમને રોકાવાની તકલીફ નહીં પડે અને તમે શાંતિથી ફરી શકશો. સાથે જ વહેલું બુકિંગ કરાવશો તો ડિસ્કાઉન્ટ પણ મળશે.

Related posts

સોમનાથ મહાદેવના દર્શને ગયા હોય તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચુક્સો નહીં

Mukhya Samachar

લે બોલો! ભારતના આ સ્થળો પર ભારતીયોને જ પ્રવેશ આપતો નથી: જાણો આ ખાસ પ્લેસ વિષે

Mukhya Samachar

વરસાદની મોસમમાં ફરવાની મજા લેવી છે તો રાજસ્થાનના આ સ્થળોની કરો મુલાકાત!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy