Mukhya Samachar
Politics

કલાકાર બન્યા કમળના સાથી: ચૂંટણી પહેલા ગુજરાતી કલાકારો જોડાયા ભાજમાં

Gujarati artists joined BJP
  • ચૂંટણી પહેલા ગુજરાતી કલાકારો જોડાયા ભાજમાં
  • કોંગ્રેસના પૂર્વ મંત્રીની પુત્રીએ પણ કર્યો કેસરિયો ધારણ
  • ભગવા રંગે રંગાયા કલાકારો
Gujarati artists joined BJP
Artists become Kamal’s allies: Gujarati artists joined BJP before elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવવાની છે. ત્યારે મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા રાજકીય પક્ષો તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ રણનીતિના ભાગરૂપે આજરોજ ભાજપમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત કોંગ્રેસના પૂર્વ મંત્રીની પુત્રીએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

Gujarati artists joined BJP
Artists become Kamal’s allies: Gujarati artists joined BJP before elections

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા. મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુબાવત, ગુજરાતી અભિનેત્રી મમતા સોની, ઉપરાંત જાહનવી પટેલ, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતલ ઠક્કર, પ્રશાંત બારોટ, કમિની પટેલ, સન્ની કુમાર ખત્રી, જ્યોતિ શર્મા સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે.

Gujarati artists joined BJP
Artists become Kamal’s allies: Gujarati artists joined BJP before elections

આમ તો ભાજપ સમયાંતરે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાર્ટીમાં જોડે છે. આ સિવાય કોંગ્રેસ છેડેલા જાગૃતિ શાહ પણ ભાજપમાં જોડાયા છે. જાગૃતિ શાહ પૂર્વ મંત્રી બાબુ મેઘજી શાહના પુત્રી છે. જેઓ પહેલા ભાજપમાં હતા અને બાદમાં પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારથી જાગૃતિ શાહ કોંગ્રેસમાં સક્રિય હતા. જાગૃતિ શાહ કોંગ્રેસના મેન્ડેટ પર જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પીએમ મોદીની વિચારધારાથી પ્રેરાઈને તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હોવાની વાત કરી રહ્યા છે.

 

Related posts

WELCOME TO BJP! ડોક્ટર બાદ અધ્યાપકો જોડાયા ભાજપમાં

Mukhya Samachar

યે દુનિયા સબ જાનતી હે! સત્તા માટે ભાજપ-કોંગ્રેસ સાથે મળશે!

Mukhya Samachar

શિંદેની આજે અગ્નિપરીક્ષા! ફ્લોર ટેસ્ટ પહેલા દિગ્ગજ નેતાઓએ આપ્યું નિવેદન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy