Mukhya Samachar
Entertainment

એસ્ટ્રોલોજરે યશને લઈ કરી મોટી ભવિષ્યવાણી: યશ પણ શાહરુખ ખાનની જેમ જ યુનિવર્સલ સ્ટાર બનશે

Astrologer makes big prediction about Yash: Yash will become a universal star just like Shah Rukh Khan
  • શાહરુખ ખાનની જેમ જ યશ યુનિવર્સલ સ્ટાર બનશે
  • એસ્ટ્રોલોજરે કરી મોટી ભવિષ્યવાણી
  • રાજકારણ જોઇન કરી શકે છે

Astrologer makes big prediction about Yash: Yash will become a universal star just like Shah Rukh Khan

સાઉથ સુપરસ્ટાર  યશ હાલમાં ‘KGF 2’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક નવા કીર્તિમાન બનાવ્યા છે. તાજેતરમાં જ યશના ભવિષ્ય અંગે એક એસ્ટ્રોલોજરે મીડિયા સાથે વાત કરી હતી. બેંગલુરુના એસ્ટ્રોલોજર પંડિત જગન્નાથ ગુરુજીએ યશના જીવન અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે યશ ઘણો જ મહેનતી, ઈમાનદાર તથા પોઝિટિવ વ્યક્તિ છે. આગામી સમયમાં તે બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની જેમ યુનિવર્સલ સ્ટાર બની કે છે.પંડિત જગન્નાથે કહ્યું હતું કે આગામી દિવસોમાં યશ પોતાનું પ્રોડક્શન હાઉસ લૉન્ચ કરશે. આ ઉપરાંત 10 વર્ષ પછી તે રાજકારણમાં જઈ શકે છે. યશ ફિલ્મ, પોલિટિક્સ ઉપરાંત બિઝનેસમાં પણ નસીબ અજમાવશે અને એક સફળ બિઝનેસમેન સાબિત થશે.

 

Astrologer makes big prediction about Yash: Yash will become a universal star just like Shah Rukh Khan

આટલું જ નહીં તે તેની ગણના દેશના ટોપ એક્ટર્સમાં થશે.પંડિતજીએ યશના પરિવાર અંગે કહ્યું હતું કે બિઝી શિડ્યૂઅલ હોવા છતાં યશ પોતાના પરિવારને પૂરતો સમય આપશે. થોડા સમય માટે યશ તથા પરિવાર વચ્ચે મતભેદ થઈ શકે છે, પરંતુ તેમાં ચિતાનું કોઈ કારણ નથી. રિપોર્ટ્સ પ્રમાણે, 100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે રિલીઝના 14મા દિવસે 15 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. ફિલ્મે અત્યાર સુધી કુલ 958 કરોડની કમાણી કરી છે. હિંદી વર્ઝને કુલ 343.13 કરોડની કમાણી કરી છે.પ્રશાંત નીલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, શ્રીનિધી શેટ્ટી, પ્રકાશ રાજ, રવીના ટંડન પણ છે. ફિલ્મ 14 એપ્રિલના રોજ હિંદી, તમિળ, તેલુગુ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થઈ હતી.

Related posts

હવે પર્દા પર દાદાનો રોલ કરવાના છે સંજય દત્ત, પ્રભાસ સાથે આવશે નજર

Mukhya Samachar

આ બંને ફિલ્મએ બીજા સપ્તાહમાં પણ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી

Mukhya Samachar

મિકા સિંહએ તેનાં સ્વયંવરમાં આપવા દુલ્હન માટે ખરીદી મોંઘીદાટ ગીફટ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy