Mukhya Samachar
National

તામિલનાડુમાં શોભાયાત્રા દરમિયાન રથ જીવંત વાયરના સંપર્કમાં આવવાથી લાગેલા વિજકરંટમાં 11 લોકોના મોત, 15 ઘાયલ

11 killed, 15 injured in lightning strike in Tamil Nadu
  • લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં મોત, 15 ઘાયલ
  • તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના
  •  લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ રથ ક્ષતિગ્રસ્ત થયો
    11 killed, 15 injured in lightning strike in Tamil Nadu

તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેમાં બે બાળકો સહિત 11 લોકોના મૃત્યુ થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી હતી. રાજ્યના CM એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે આજે સવારે 11.30 વાગ્યે તંજાવુર પહોંચશે અને ઘાયલોની મુલાકાત કરશે
દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરાયા
11 killed, 15 injured in lightning strike in Tamil Nadu

અધિકારીઓએ જણાવ્યું કે ઉપરથી વીજળીના વાયરો જવાના કારણે મંદિરની પાલકીને પરત વળાવતી વખતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે જે લોકોના મૃત્યુ થયા છે, તેમાં બે બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણાના જણાવ્યા અનુસાર હાલ આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે.મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રથ લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો છે. તેની તસ્વીર પણ બહાર આવી છે. આ તહેવારનું આયોજન તમિલનાડુમાં દર વર્ષે થાય છે.

11 killed, 15 injured in lightning strike in Tamil Nadu

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. એવામાં હાલ લોકોની સુરક્ષાને લઈને સવાલ સર્જાઈ રહ્યાં છે કે અહીં અચાનક જ લાઈવ વાયર કઈ રીતે આવ્યો અને કઈ રીતે રથ તેના સંપર્કમાં આવી ગયો કે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા.લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા.પ્રાપ્ત માહિતી મુજબ, અહીં 26 એપ્રિલના રોજ 94માં અપ્પર ગુરુપુજાઈની ઉજવણી થઈ રહી હતી. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ બધા લોકો રથની સાથે ગલીઓમાંથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક જ રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેના સંપર્કમાં રથ અને બે બાળકો સહિત 11 લોકો આવી જતા તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 15 લોકોને ઈજા થઈ છે. હાલ જે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તેમાંથી 6 લોકોની સ્થિતિ ગંભીર છે

Related posts

PM નરેન્દ્ર મોદી કેદારનાથ સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી!

Mukhya Samachar

પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ: 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

Mukhya Samachar

CRPF પ્રમુખ સુજોય લાલ થાઉસેનએ સાંભળ્યો BSFનો વધારાની જવાબદારી, પંકજ સિંહ થયા રીટાયર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy