Mukhya Samachar
Gujarat

અમરેલીના ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા

At night 2 lions entered the village of Morjar in Dhari of Amreli

 

  • ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા
  • શિકાર માટે ગાયોનો કર્યો પીછો
  • સિંહોના આટાફેરા કેમેરામાં થયા કેદ

ભારતમાં ફક્ત ગીરના જંગલમાં સિહ વસવાટ કરે છે. ત્યારે સિંહને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ગીરના જંગલમાં આવતા હોય છે જુનાગઢ જિલ્લામાં અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જેના વિડીયો પણ અવાર નવાર વાયરલ થતાં હોય છે. At night 2 lions entered the village of Morjar in Dhari of Amreli

ત્યારે વધુ એક વખત અમરેલી જિલ્લાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા હતા. મોરજરના બસ સ્ટેન્ડ નજીક બે સિંહોએ ગાયો પાછળ દોડ લગાવી હતી. શિકાર માટે બે સિંહોએ ગાયો પાછળ દોડ લગાવી હતી. એક વાછરડીનો શિકાર કરીને બસ સ્ટેન્ડ નજીક સિંહોએ મિજબાની માણી હતી. સિંહો ગામમાં ઘૂસતા સ્વાનોએ સિંહો જોઈને દોડાદોડી શરૂ કરી દીધી હતી. સિંહોથી બચવા ગાયોએ કરી દોડાદોડી છતાં સિંહોએ શિકાર કર્યો હતો. એક વાછરડીને શિકાર કરી બે સિંહોએ સંતોષ માણ્યો હતો. બન્ને સિંહોનો ગાયો પાછળ દોડ લગાવતો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. હાલ સોશિયલ મીડિયામાં સિંહનો ગાય પાછળ દોડ લગાવતો વીડિયો વાયરલ થયો છે.

Related posts

ધોરાજીમાં યોજાઈ ઓસમ તળેટીમાં આરોહણ – અવરોહણ સ્પર્ધા, વિજેતાઓ ને અપાયા રોકડ પુરસ્કાર

Mukhya Samachar

ગુજરાત પોલીસ બની ડિજિટલ; હવે વાહન કે મોબાઈલ ચોરીના બનાવમાં ઓનલાઇન E-FIR દાખલ કરી શકશો

Mukhya Samachar

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર! કોંગ્રેસના દિગ્ગજ નેતા હર્ષદ રિબાડિયાએ આપ્યું રાજીનામું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy