Mukhya Samachar
Entertainment

આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલ બંને ટૂંક સમયમાં લગ્ન બંધન માં બંધાશે.

Athiya Shetty and cricketer K.L. Rahul and I will get married soon.
  • રાહુલે અને આથિયાએ બાંદ્રામાં એક  એરપાર્ટમેન્ટ કરાવ્યો બુક.
  • આથીયા કરી રહી છે હાલમાં બે પ્રોજેક્ટ પર કામ
  • આથિયાએ ઇન્ટરવ્યુમાં લગ્ન બાબતે કરી સ્પષ્ટતા

Athiya Shetty and cricketer K.L. Rahul and I will get married soon.

પાપારાઝી દ્વારા એ પણ જાણવા મળ્યું છે, કે રાહુલે અને આથિયા એ હાલમાં બાંદ્રામાં એક  એરપાર્ટમેન્ટ બુક કરાવ્યો છે, જ્યાં રાહુલ અને આથિયા બને  તેમના લગ્ન પછી ત્યાં રહેશે. આ બાબતને સ્પષ્ટ કરતાં આથિયા એ એક ઇન્ટરવયૂમાં કહ્યું હતું કે, “હું કોઈની સાથે નહીં, પણ મારા માતા-પિતા સાથે જઉં છું! હું અને મારો પરિવાર આ નવા ઘરમાં રહીશું.”હાલમાં, અથિયા તેના માતા-પિતા અને ભાઈ અહાન સાથે દક્ષિણ મુંબઈમાં તેમના અલ્ટામાઉન્ટ  પરના ઘરે રહે છે.જ્યારે લગ્નની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આથિયાએ કહ્યું કે, “હું આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતી નથી. હું આ બધાથી કંટાળી ગઇ છું, હવે હું ફક્ત લોકોને મનોરંજન પૂરું પાડુ છું.

Athiya Shetty and cricketer K.L. Rahul and I will get married soon.

લોકોને તેઓ જે વિચારે છે તે વિચારવા દો.”અથિયાએ તેનાં ફિલ્મી કરીયર ની શરૂઆત 2015 માં  સૂરજ પંચોલી સાથે ફિલ્મ “હીરો”થી શરૂઆત કરી હતી. તે છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી (2019) સાથે “મોતીચૂર ચકનાચૂર” માં જોવા મળી હતી.હાલમાં આ અભિનેત્રી તેના આગામી બે પ્રોજેક્ટ્સપર કામ કરી રહી છે,  સોશ્યલ મીડિયામાં શેર કર્યું હતું કે , “હું હાલમાં બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છું, અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. સાથે ઉમેરે છે કે એક એવી ફિલ્મ છે જે થિયેટરમાં થોડાં સમય માં રિલીઝ થશે, જ્યારે બીજી કદાચ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. એ બાબતે હજુ સુધી કોઈ ખાતરી આપી નથી.”

Related posts

ફાઈનાન્સ એજન્ટનો સંઘર્ષ દર્શાવતી “સરકારુ વારી પાટા” OTT પ્લેટફોર્મ પર રિલીઝ

Mukhya Samachar

પ્રાઇમ વિડિયો પર ધૂમ મચાવશે આ વેબ સિરીઝ અને ફિલ્મો, એડ-ઓન સબસ્ક્રિપ્શન પર ડિસ્કાઉન્ટ કરશે

Mukhya Samachar

ટાઈગર-3ને લઈને મોટો ખુલાસો સામે આવ્યો, દુનિયાના ત્રણ શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર તૈયાર કરી રહ્યા છે સિક્વન્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy