Mukhya Samachar
Gujarat

ગજબ! પોરબંદરમાં દરિયાની વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું

flag was saluted in the middle of the sea at Porbandar
  • પોરબંદરમાં 73 માં પ્રજાસતાક દિનની અનોખી ઉજવણી
  • શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો
  • કડકડતી ઠંડી વચ્ચે કલ્બના સભ્યોએ સમુદ્રમાં કર્યુ ધ્વજવંદન

પોરબંદરમાં મધ દરિયે યુવાનો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગાન બાદ સલામી આપીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરનાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા ઘણાં વર્ષોથી મધદરિયે જઇ અને ધ્વજવંજન કરવામાં આવે છે.  ત્યારે  આજે ગણતંત્ર દિવસની ઉજવણી પણ ઘુઘવાચા સમુદ્રમાં અંદર જઇ અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે.

flag was saluted in the middle of the sea at Porbandar
Awesome! The flag was saluted in the middle of the sea at Porbandar

આજે ઠંડીમાં પણ યુવાનોએ મધ દરિયે જઇને ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરના શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા પોરબંદર ની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ પોરબંદરમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા 22 વર્ષથી મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે. દેશભરમાં આજે 73માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મધદરિયે જઇ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરી હતી.

મામલે વધુ વાત કરવામાં આવે તો પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા 22 વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઇને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષની માફક આજે પણ આ અનોખી ઉજવણી જોવા માટે અને તિરંગાને સલામી આપવા માટે ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.

Related posts

જી-20ના પ્રતિનિધિઓએ ભુજ સ્મારકની મુલાકાત લીધી, સીરિયા-તુર્કીમાં ભૂકંપ પીડિતો માટે સંવેદના વ્યક્ત કરી

Mukhya Samachar

અમદાવાદની નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગતા થયા 2 ના મોત

Mukhya Samachar

સુરતના ઉત્રાણમાં 30 વર્ષ જુનો કુલિંગ ટાવર સેકન્ડોમાં ધ્વસ્ત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy