Mukhya Samachar
National

સાવચેતી રાખજો! એક દિવસની રાહત બાદ ફરી કોરોના કેસમાં વધારો: છેલ્લા 24 કલાકમાં પોઝીટિવ કેસમાં 25 ટકાનો ઉછાળો

Be careful! Corona cases rise again after one day's relief: 25% rise in positive cases in last 24 hours
  • દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,205 કેસ
  • ગઇ કાલ કરતા કોરોનાના કેસમાં 25 ટકાનો ઉછાળો
  • આજ રોજ 31 લોકોના મોત તો 2802 લોકો સાજા થયા

Be careful! Corona cases rise again after one day's relief: 25% rise in positive cases in last 24 hours

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3,205 કેસ નોંધાયા છે. એટલે કે COVID-19 ના કેસોમાં લગભગ 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 4,79,208 રસીકરણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,89,48,01,203 વેક્સિનેશન થયું છે. જ્યારે 2802 લોકો સાજા થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,544, 689 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,23,920 એ પહોંચી ગઇ છે.ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,568 કેસ નોંધાયા હતા

Be careful! Corona cases rise again after one day's relief: 25% rise in positive cases in last 24 hours

જ્યારે કોરોનાના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો. નવા કોરોનાના કેસમાંથી 80.58 ટકા તો પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા હતાં. જેમાં માત્ર દિલ્હીમાં જ 41.9% કેસ નોંધાયા હતાં. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 20 લોકોના મોત થયા હતા જ્યારે આજે વધુ 31 લોકોના મોત નિપજ્યાં છે.તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના 182 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું. મુંબઈમાં 100 કેસ નોંધાયા છે. તે જ સમયે પરભણીમાં એક દર્દીનું મોત થયું હતું. એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી.

Related posts

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો મળ્યો! ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી ફગાવાઈ

Mukhya Samachar

વિશ્વ વિખ્યાત ફૂટ બોલર લિયોનેલ મેસી બનશે ભારતીય કંપની BYJU’sના બ્રાન્ડ એમ્બેસેડર

Mukhya Samachar

ઉત્તરાખંડમાં બરફનું તોફાન આવ્યું! 10 ટ્રેકર્સના મૃતદેહો મળ્યાં, 19 લોકોની શોધખોળ ચાલુ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy