Mukhya Samachar
Politics

યુપીની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ફટકો માર્યો

up election
  • યુપી કોંગ્રેસના દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં
  • આરપી એન સિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો
  • આરપી એન સિંહે કોંગ્રેસ છોડી જોડાયા ભાજપમાં
up election
Before the UP elections, the BJP dealt a major blow to the Congress

યુપીની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ફટકો માર્યો છે. યુપી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા આરપી એન સિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે અને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આજે આરપીએન સિંહે પોતાનુ રાજીનામુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપી દીધુ હતુ.તેમણે પોતાના રાજીનામાના પત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સૂત્રોનુ કહેવુ છે કે, આજે તેઓ દિલ્હીમાં ભાજપમાં સામેલ થશે.આર પી એન સિંહ રાજીનામુ આપતા પહેલા ઝારખંડ કોંગ્રેસના પ્રભારી પણ હતા.

up election
Before the UP elections, the BJP dealt a major blow to the Congress

કોંગ્રેસને ઝારખંડમાં ગઠબંધન કરીને સત્તા પર લાવવામાં તેમણે મહત્વનો રોલ અદા કર્યો હતો. ભાજપ હવે આરપીએન સિંહને યુપીની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવશે.તેઓ મૂળ યુપીના પૂર્વાંચલના રહેવાસી છે. 2009 અને 2014માં તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને યુપીએ સરકારમાં પેટ્રોલિયમ વિભાગના મંત્રી પણ રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, દેશ જયારે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે હું મારા રાજકીય જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. સૂત્રોનુ કહેવુ છે કે, આર પી એન સિંહ યુપીમાં ભાજપ છોડીને સપામાં જનારા સ્વામી પ્રસાદ મૌર્ય સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે.તેઓ અગાઉ 2006 થી 2009 દરમિયાન યુપીમાં ધારાસભ્ય રહી ચુક્યા છે.

Related posts

મોદી સરકારનો મોટો નિર્ણય, 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન રદ થશે

Mukhya Samachar

રાહુલ ગાંધી પહોંચ્યા દિલ્હીના હનુમાન મંદિર, ટૂંક સમયમાં ભારત જોડો યાત્રા શરૂ થશે

Mukhya Samachar

ચૂંટણી પ્રચારમાં અમિત શાહે આપ્યું કઈક આવું નિવેદન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy