Mukhya Samachar
Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થતાં પેપર લીક બાદ લેવાયો મોટો નિર્ણય! હવેથી કૉલેજના વોટરમાર્ક સાથે કરાશે પેપરોનું વિતરણ

Big decision taken after paper leak in Saurashtra University! Papers will be distributed with college watermark from now on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક બાદ પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ હવે આગામી 9 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં વોટરમાર્ક સાથે પેપરનું વિતરણ થશે. આ સાથે હવેથી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નપત્ર મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, તાજેતરમાં પેપર લીક કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચામાં આવ્યા બાદ હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપરની કોપી ફરતી થઈ હતી. જે બાદમાં હવે પેપર લીકની ઘટનાઓ અટકાવવા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે.

Big decision taken after paper leak in Saurashtra University! Papers will be distributed with college watermark from now on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ પેપર પહોંચી ગયા હતા. આથી હોબાળા બાદ બન્ને પરીક્ષાના પેપરો માર્કેટમાં પહોંચવા અંગે તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ પરીક્ષા નિયામક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર સામે ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી. પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો પર પેપરો મોકલાય છે. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના પેપરની કોપી 12 ઓક્ટોબરે ફરતી થઈ ગઇ હતી. ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવતા હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે પરીક્ષા નિયામકે ઘટના બાદ તાત્કાલિક પેપરો રદ કરાવ્યા હતા. તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું.

Related posts

સુરતના સુંવાલી દરિયામાં ન્હાવા પડેલા 5 યુવકો ડૂબતાં 1નું મોત

Mukhya Samachar

ગરબે રમવું થયું મોંઘુ! ગરબાના પાસમાં 18% GST લાગશે

Mukhya Samachar

સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સ્થિતિ બની ગંભીર! 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy