Mukhya Samachar
Gujarat

મોટા સમાચાર:આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ આ કારણથી રહેશે બંધ

All CNG pumps closed
  • આવતીકાલે રાજ્યના તમામ  CNG પંપ રહેશે બંધ
  • 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે આંદોલન શરૂ
  • સીએનજી ડીલર્સે આંદોલન માટે કરી જાહેરાત

મોટા સમાચાર આવ્યા છે. આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ રહેશે બંધ. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા રાજ્યના 1,200 CNG પંપ ખાતે ગુરૂવારે 2 કલાક માટે સીએનજી વેચાણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. ગુરૂવારે એટલે કે 17 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરના 01:00થી બપોરના 03:00 વાગ્યા સુધી રાજ્યના તમામ સીએનજી પંપ બંધ રહેશે.

All CNG pumps closed
Big news: All CNG pumps in the state will be closed tomorrow for this reason

છેલ્લા 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા આ પ્રકારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સીએનજી ડીલર્સના કહેવા પ્રમાણે વર્ષ 2019માં CNG ગેસ માટે ડીલર માર્જિન વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ વાતને 30 મહિના વીતી જવા છતાં પણ ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થયો હોવાથી નાછૂટકે આ અભિયાન શરૂ કરવું પડ્યું છે. આ મામલે ઓઈલ કંપનીઓને અનેક રજૂઆત કરવામાં આવેલી જેની અવગણના થઈ છે. આ કારણે ત્રણેય કંપની સામે ડિલર્સ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને ગ્રાહકોને પડતી તકલીફની જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.

Related posts

ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીકનો દેશ ભરમાં કરાવ્યો પ્રારંભ

Mukhya Samachar

ગુજરાતનાં પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની પ્રસાદીને “BHOG’’ પ્રમાણપત્ર અપાયું

Mukhya Samachar

ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે કરાયા બંધ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy