Mukhya Samachar
Gujarat

ગુજરાત ઇલેકશન પહેલા મોટા સમાચાર: બીટીપી-જેડીયૂ વચ્ચે ગઠબંધન, નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે

Big News before Gujarat Elections: BTP-JDU alliance, Nitish Kumar will come to Gujarat to campaign

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.

Big News before Gujarat Elections: BTP-JDU alliance, Nitish Kumar will come to Gujarat to campaign

બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધનના સમાચાર સાથે જ સામે આવી રહ્યું છે કે, ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેમણે કહ્યુ કે, જનતાદળ અમારા જુના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.

બીટીપી એક યાદી જાહેર કરી ચૂક્યું છે, જ્યારે આગામી દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. હવે તેઓ જેડીયુ સાથે મળીને ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ચૂંટણીમાં કેટલાક બીટીપીના ઉમેદવાર હશે, જ્યારે કેટલાક જેડીયુના સાથી મળીને ચૂંટણી લડશે. તો હવે સવાલ એ છે કે, આ બન્ને સાતે ચૂંટણી લડશે તો ફાયદો કોને થશે?

Related posts

મોરબી બ્રિજ દુર્ઘટના અંગે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું: “હોશિયાર ન બનો, પ્રશ્નોના જવાબ આપો…”

Mukhya Samachar

પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસને લઇ CMએ ઈમરજન્સી બેઠક બોલાવી

Mukhya Samachar

ધો.12 સાયન્સનું 72.02 ટકા પરિણામ: 85.78 % સાથે રાજકોટ જિલ્લો આવ્યો અવ્વલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy