Mukhya Samachar
National

મોટા સમાચાર! સર્વાઇકલ કેન્સરની મળી રસી: મહિલાઓને થશે હવે ફાયદો

Big news! Cervical cancer vaccine found: Women will benefit now

દેશમાં સર્વાઇવલ કેન્સરના નિવારણ માટે પ્રથમ સ્વદેશી વિકસિત ‘ક્વૈડ્રીવેલેન્ટ’ હ્યૂમન પેપીલોમા વાયરસ (HVP) રસી આજે લોન્ચ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને સીરમના સીઈઓ અદાર પૂનાવાલા  (Adar Poonawalla) આઈઆઈસી દિલ્હીમાં તેને લોન્ચ કરી. ભારતીય ફાર્મા રેગુલેટર DCGI એ પાછલા મહિને એસઆઈઆઈને સર્વાઇકલ કેન્સરની વેક્સીન બનાવવાને મંજૂરી આપી હતી. ભારતમાં સર્વાઇકલ કેન્સર 15થી 44 વર્ષની ઉંમર વર્ગની મહિલાઓમાં બીજું સર્વાધિક સંખ્યામાં જોવા મળતું કેન્સર છે.

Big news! Cervical cancer vaccine found: Women will benefit now

200-400 રૂપિયા હશે કિંમત
સર્વાઇકલ કેન્સર વેક્સીનની કિંમત 200-400 રૂપિયા હશે. પરંતુ હજુ સુધી તેની કિંમત નક્કી થઈ નથી. પૂનાવાલાએ કહ્યુ કે સર્વાઇકલ કેન્સરની વેક્સીન આગામી કેટલાક મહિનામાં દેશમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, આ વેક્સીનને પહેલા દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, ત્યારબાદ વિશ્વમાં સપ્લાય કરવામાં આવશે. પૂનાવાલાએ જણાવ્યું કે તેમનો પ્રયાસ છે કે આગામી બે વર્ષમાં આ રસીના 20 કરોડ ડોઝ ભારતમાં તૈયાર થાય.

સર્વાઇકલ કેન્સરને રોકશે વેક્સીન
નિષ્ણાંતોનું કહેવું છે કે આ રસી સર્વાઇકલ કેન્સરને રોકવામાં સફળ રહેશે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો બાળકીઓને નાની ઉંમરમાં આ રસી આપવામાં આવે તો તે આવા સંક્રમણથી સુરક્ષિત થઈ જશે. તેનો ફાયદો તે થશે કે તેને 30 વર્ષ બાદ સર્વાઇકલ કેન્સર થશે નહીં.

Big news! Cervical cancer vaccine found: Women will benefit now

દેશમાં સર્વાઇકલ કેન્સરથી કેટલા મોત
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દેશમાં દર વર્ષે 1 લાખ 67 હજારથી વધુ કેસ સર્વાઇકલ કેન્સરમાં આવે છે. તેમાંથી 60 હજાર કરતા વધુ મહિલાઓના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડેટા અનુસાર ભારતમાં 2019 42 હજાર મહિલાઓના મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયા હતા.

Related posts

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાવી

Mukhya Samachar

અભિવ્યક્તિની સ્વતંત્રતા પર SCનો મોટો નિર્ણય, ‘મંત્રીના નિવેદનને સરકાર સાથે જોડી શકાય નહીં’

Mukhya Samachar

ISROએ 2023 માટે વિજ્ઞાન મિશનની રૂપરેખા તૈયાર કરી, સેટેલાઇટ લોન્ચિંગ માર્કેટમાં થશે સ્પર્ધા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy