Mukhya Samachar
Cars

કાર ચાલકો માટે મોટા સમાચાર: જાણો Airbagsને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યા આદેશ

Big news for car drivers: Find out what the Supreme Court has ordered regarding airbags
  • બધી કાર માટે 2 એરબેગ જરૂરી
  • જાન્યુઆરી 2022માં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું
  • 1 ઓક્ટોબરથી 6 એરબેગ ફરજીયાત થઇ શકે છે

Big news for car drivers: Find out what the Supreme Court has ordered regarding airbags

આપણે જાણીએ છીએ કે કાર માટે એરબેગ એક મહત્વપૂર્ણ ફીચર છે. બધી કાર માટે હવે બે એરબેગ જરૂરી કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે એરબેગને લઈને મોટો નિર્ણય લીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જો કોઈ અકસ્માતમાં એરબેગ કામ કરતી નથી, તો તે માટે કંપનીએ દંડ ભરવો પડશે. કોર્ટે એક આવા જ મામલામાં કાર મેકર હુંડાઈને કહ્યું કે તેઓ અકસ્માતમાં થતા નુકસાન માટે શૈલેન્દ્ર ભટનાગરને 3 લાખનો દંડ ચુકવે. આ અકસ્માત 2017માં થયો હતો. શૈલેન્દ્ર ભટનાગરે ઓગસ્ટ 2015માં હુંડાઈ ની ક્રેટા કાર ખરીદી હતી.

Big news for car drivers: Find out what the Supreme Court has ordered regarding airbags

નવેમ્બર 2017માં તેમની કારનો અકસ્માત થયો હતો. ભટનાગરે કન્ઝ્યુમર ફોરમમાં એક ફરિયાદ દાખલ કરી હતી અને કહ્યું હતું કે ક્રેટાનાં સેફટી ફીચરને ધ્યાનમાં રાખતા મેં આ કાર ખરીદી હતી. જોકે અકસ્માત દરમિયાન એરબેગ કામમાં ન આવી, જેને કારણે ગંભીર ઈજા થઈ હતી.કન્ઝ્યુમર ફોરમનાં આદેશ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. મામલાની સુનાવણી જસ્ટીસ વિનીત સરન અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની બેંચ કરી રહી હતી. તેમણે કારને રિપ્લેસ કરવાનો પણ આદેશ આપ્યો. કંપની તરફથી વકીલે કહ્યું કે એરબેગ ત્યાં સુધી કામ નથી કરતી, જ્યાં સુધી આગળથી ઠોકર ન વાગે. કોર્ટે આ પર કહ્યું કે કસ્ટમર અને કન્ઝ્યુમર ફીઝીક્સનાં એક્સપર્ટ હોતા નથી, જે કોઈ અકસ્માત સમયે વેગ અને તાકાતનો હિસાબ કરે. જણાવી દઈએ કે કન્ઝ્યુમર ફોરમે પહેલા જ ભટનાગરનાં પક્ષમાં નિર્ણય આપ્યો હતો, જેથી હુંડાઈ તરફથી સુપ્રીમ કોર્ટમાં પડકાર અપાયો હતો.

Big news for car drivers: Find out what the Supreme Court has ordered regarding airbags

લોકસભામાં બોલતા પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગયા દિવસોમાં કહ્યું હતું કે 8 સીટર વાહનો માટે હવે 6 એરબેગ જરૂરી કરવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે આથી કોઈ ફરક પડતો નથી કે ગાડીનું મોડેલ કયું છે અને ક્યા સેગમેન્ટની કાર છે. સરકારની પહેલી પ્રાથમિકતા જનતાની સુરક્ષા છે. એરબેગ જરૂરી કરવાને લઈને હાલમાં પેપરવર્ક કરવામાં આવી રહ્યું છે. આ સંબંધે પરિવહન વિભાગ તરફથી જાન્યુઆરી 2022માં એક ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે 1 ઓક્ટોબર 2022થી 6 એરબેગનો નિયમ પણ લાગૂ થઇ જશે.

Related posts

Upcoming Honda Cars : હોન્ડા ભારતમાં બે નવી કાર લાવવા જઈ રહી છે, જેમાં એક SUV અને એક સેડાન સામેલ છે

Mukhya Samachar

Tataએ Nexon EV Maxનું ડાર્ક એડિશન લોન્ચ કર્યું, જાણો તેની કિંમત અને ફીચર્સ

Mukhya Samachar

જો તમે ખરીદી છે નવી ગાડી તો ભૂલથી પણ ના કરતા ભૂલો, થઇ શકે છે હજારોનું નુકશાન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy