Mukhya Samachar
Sports

મોટા સમાચાર: IPL2022 માથી રવીન્દ્ર જાડેજા બહાર; જાણો શું છે કારણ

Big News: Ravindra Jadeja out of IPL2022; Find out what the reason is
  • IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા 
  • ઈજાગ્રસ્ત થવાને કારણે ઘરે પરત ફર્યા જાડેજા 
  • ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી અને જાડેજા વચ્ચે બધું બરાબર ન હોવાની અટકળો
IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા 

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને IPL 2022 વચ્ચે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. જાડેજાએ સીઝનની શરૂઆત ચેન્નાઈની ટીમના કેપ્ટન તરીકે કરી હતી. વચ્ચે ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન્સી છોડી દીધી.

આવામાં સોશિયલ મીડિયા અને અન્ય અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જાડેજા અને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી વચ્ચે કંઈપણ ઠીક ચાલી રહ્યું નથી. જોકે હવે ચેન્નાઈ ટીમનાં સીઈઓ કાશી વિશ્વનાથે સામે આવીને આ મામલામાં ખુલાઓ કર્યો છે. સાથે જ જાડેજા અને ચેન્નાઈ ટીમનાં ભવિષ્ય પર પણ નિવેદન આપ્યું છે.

Big News: Ravindra Jadeja out of IPL2022; Find out what the reason is

 

ઘરે પરત ફર્યા જાડેજ

વિશ્વનાથે કહ્યું કે મને ખ્યાલ નથી કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે, કેમકે હું તેને ફોલો કરતો નથી. હું તમને જણાવી શકું છું કે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ પ્રોબ્લેમ નથી અને સોશિયલ મીડિયા પર જે કંઈ ચાલી રહ્યું છે, મને તે વિષે જાણકારી નથી. ચેન્નાઈ ટીમનાં ભવિષ્યની પ્લાનિંગમાં જાડેજા હંમેશા રહેશે.

ચેન્નાઈ સુપર કિંગ્સનાં સીઈઓએ કહ્યું કે જાડેજાને આરસીબી સામે મેચ દરમિયાન ઈજા થઇ હતી. આ જ કારણ છે કે તેઓ દિલ્હી સામે મેચ ન રમી શક્યા. મેડિકલ એડવાઈઝ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જાડેજાને આઈપીએલની બાકીની મેચથી આરામ આપવામાં આવે. તેઓ પોતાના ઘરે પાછા ફર્યા છે. તેમને રિલીઝ કરવામાં આવ્યા છે.

Big News: Ravindra Jadeja out of IPL2022; Find out what the reason is

ચેન્નાઈ ફ્રેન્ચાઇઝીએ આપ્યું હતું નિવેદન 

જાડેજાને લઈને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ પણ બુધવારે સાંજે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે દિલ્હી સામે મેચમાં રમી શક્યા ન હતા. અત્યારે તેઓ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે, આં આધાર પર આઈપીએલ 2022થી હવે તેઓ બહાર થઇ ગયા છે.

સોશિયલ મીડિયા પર જાડેજાને કર્યા અનફોલો 

છેલ્લા બે દિવસથી જાડેજા વિશે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી. કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સે ઇન્સ્ટાગ્રામ પર રવીન્દ્ર જાડેજાને અનફોલો કર્યા છે, સાથે જ રવીન્દ્ર જાડેજા પણ કોઈને ફોલો કરતા નથી.

Related posts

ચાલુ મેચ દરમિયાન મેદાનમાં બની રમુજ કાયરોન પોલાર્ડ ના હાથમાથી છટક્યો બોલ અને થયું આવું

Mukhya Samachar

બાંગ્લાદેશે અટકાવ્યો ટીમ ઈન્ડિયાનો વિજય રથ, આ રીતે હાથથી નીકળ્યો રોમાંચક મેચ

Mukhya Samachar

World Athletics Championship: નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડ, પહેલીવાર બન્યો વર્લ્ડ ચેમ્પિયન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy