Mukhya Samachar
Gujarat

મકાન ખરીદનારાઓને મોટી રાહત: ફક્ત બાંધકામ ખર્ચ પર GST લાગુ થશે: ગુજરાત ​​​​​​​હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Big relief to house buyers: GST will be applicable only on construction expenses: Gujarat High Court ruled
  • હવે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર GST લાગુ થશે
  • મકાન ખરીદનારાઓને મોટી રાહત આપતી ​​​​​​​હાઈકોર્ટ
  • કરદાતાએ ગુજરાત હાઇકોર્ટમાં GSTની ગણતરીને લઈ કોર્ટમાં પડકાર કરેલ

Big relief to house buyers: GST will be applicable only on construction expenses: Gujarat High Court ruled

 

ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં એટલે કે જમીનની કિંમત નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગુ થશે.આ કેસના અરજદાર મુંજાલ ભટ્ટે જણાવ્યું હતું કે જીએસટીના એક નોટિફિકેશન પ્રમાણે જમીનની કિંમત તથા બાંધકામની કિંમત ભેગી કરીને તેના એક તૃતીયાંશ જેટલી કિંમત બાંધકામની કુલ કિંમત ગણીને તેના પર જીએસટી ગણવામાં આવતો હતો. કાયદાકીય જોગવાઇ પ્રમાણે જીએસટી વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર જીએસટીની વસુલાત ન કરી શકે. ત્યારે જે કિસ્સામાં જમીનની ખરીદ કિંમત અલગથી દર્શાવતું એમઓયુ હોય અને તેની સાથે બાંધકામની કિંમત અલગ દર્શાવાઇ હોય તો તેવા કિસ્સામાં માત્ર બાંધકામની કિંમત જ ધ્યાને લઇ તેના પર જીએસટી વસુલવામાં આવે તેવો હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે.ઘણા સમયથી બિલ્ડર દ્વારા પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી.

Big relief to house buyers: GST will be applicable only on construction expenses: Gujarat High Court ruled

જીએસટીના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર જીએસટી લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને મંુજાલ ભટ્ટ નામના કરદાતાએ જીએસટીના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.કરદાતાએ ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી જીએસટીમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.

Related posts

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ કેબલ તૂટતાં અનેક ટ્રેન ખોરવાઈ! મુસાફરો સ્ટેશનો પર રઝળી પડ્યા

Mukhya Samachar

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Mukhya Samachar

 ઉત્તર ગુજરાતની જનતા માટે સારા સમાચાર: જાણો શું લીધો સરકારે નિર્ણય 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy