Mukhya Samachar
Gujarat

મોરબી પુલ દુર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી થઈ! નગરપાલિકાના ચીફ ઓફિસરને કરાયા સસ્પેન્ડ

Biggest action in Morbi bridge disaster! The chief officer of the municipality was suspended

મોરબી પુલ દૂર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા ચીફ ઓફિસરની પૂછપરછ થઈ હતી. કહેવાઇ રહ્યું છે કે, થોડાસમયમાં સંદીપ ઝાલાની ધરપકડ પણ થઇ શકે છે.

નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં લોકોનાં જીવ ભરખી જનાર મૂળ આરોપીને પકડવાની લોકો રોષ સાથે માંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસે ધ્રાંગધ્રાં સ્થિત જયસુખ પટેલની ઓફિસ ખાતે પણ તપાસ હાથ ધરી હતી. જ્યાં તાળા મારેલા હતા. ત્યારે પોલીસે ઓરેવા કંપનીના જયસુખ પટેલનો ફોન ટ્રેસ કરતા તેનું છેલ્લું લોકેશન હરિદ્વાર મળ્યું હતુ. મીડિયાના અહેવાલ પ્રમાણે, જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વાર સ્થિત બંગલામાં છુપાયો હોવાની વિગતો પણ મળી છે. આ દુર્ઘટનામાં તપાસ તેજ થતા ઓરેવા ગ્રુપનાં માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જયસુખ પટેલ પોતાના પરિવાર સાથે ફરાર થઇ ગયો છે.

Biggest action in Morbi bridge disaster! The chief officer of the municipality was suspended

મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડવાની ઘટનામાં ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવની ધરપકડ કરાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના બે સગાભાઇ સહિત ત્રણ મજૂરોનો પણ સમાવેશ થાય છે. 143 વર્ષ જૂના આ પુલનું સાત મહિના પહેલાં જ સમારકામ કરવામાં આવ્યું હતું. આ સમારકામ માટે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના તીતરિયા ફળિયામાં રહેતા અલ્પેશ ગલાભાઇ ગોહિલ તેનો મોટો ભાઇ દિલીપ ગોહિલ અને કામાવિરા ફળિયામાં રહેતો મુકેશ દલસિંગભાઇ ચૌહાણ મજૂરી માટે મોરબી ગયા હતા અને ત્યાં ઓરેવા કંપનીમાં જોડાયા હતાં.

 

Related posts

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ટ્રાયલ લેવાયું! હવે આટલા કલાકોમાં પહોચી જશો મુંબઇ

Mukhya Samachar

ગરીબ-મધ્યમ વર્ગને ગુજરાત સરકારે આપી દિવાળી ભેટ! એક કિલો ખાંડ અને એક લીટર સિંગતેલ વધારાનું આપશે

Mukhya Samachar

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ વચ્ચે રાજકોટમાં જિલેટીન સ્ટીક સહિતના બ્લાસ્ટિંગ મટીરીયલની ચોરી થતાં પોલીસ દોડતી થઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy