Mukhya Samachar
Politics

ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર! જાણો કોને કોને મળી ટિકિટ

BJP announced the second list of candidates! Find out who got the ticket

આજે શનિવારે સવારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયાથી મુળુબાઈ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધી ભાજપ દ્વારા કુલ 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

BJP announced the second list of candidates! Find out who got the ticket
વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ છે. વિભાવરીબેનના સ્થાને શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ મળી છે. ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલની ટિકિટ કપાઇ છે. વર્ષ 2017માં ધોરાજી બેઠક પરથી હરી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર અને ચોર્યાસી બેઠક પર નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે.

જુઓ આખું લિસ્ટ 

  • ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકિટ અપાઇ
  • ખંભાળિયાથી મૂળુભાઈ બેરા ભાજપના ઉમેદવાર
  • ભાવનગર પૂર્વથી સેજલબેન પંડ્યાને ટિકિટ
  • ડેડીયાપાડાથી હિતેશ વસાવા ભાજપના ઉમેદવાર
  • ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈને ટિકિટ
  • કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ભાજપની ટિકિટ

Related posts

મોટા સમાચાર! ત્રિપુરાના CMએ આપ્યું રાજીનામું; રાજીનામાથી રાજકીય ઉથલપાથલ મચી

Mukhya Samachar

ભાજપ પાર્ટી દેશનો સૌથી અમીર રાજકીય પક્ષ

Mukhya Samachar

AAPના આક્રમક અને ઉપવાસી મહેશ સવાણીની તબિયત લથડી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy