Mukhya Samachar
Politics

ભાજપ પાર્ટી દેશનો સૌથી અમીર રાજકીય પક્ષ

BJP is the richest political party
ભાજપ પાર્ટી દેશનો સૌથી અમીર રાજકીય પક્ષ
ભાજપે 4847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી
ભાજપ બાદ બીજી સૌથી અમીર રાજકીય પાર્ટી બહુજન સમાજ પાર્ટી
BJP is the richest political party
BJP is the richest political party in the country

કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપે તમામ રાજકીય પક્ષોમાં સૌથી અમીર પાર્ટી છે. 2019-20 નાણાકીય વર્ષ માટે ભાજપે 4847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ભાજપ બાદ બીજી સૌથી અમીર રાજકીય પાર્ટી બહુજન સમાજ પાર્ટી છે જે બીજા સ્થાન પર છે. ચૂંટણી સુધારાઓની દિશામાં કામ કરનારી સંસ્થા એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સે આ આંકડાઓ જાહેર કર્યા છે. ADRના રિપોર્ટ પ્રમાણે 2019-20માં ભાજપે 4 હજાર 847.78 કરોડની સંપત્તી જાહેર કરી છે.

BJP is the richest political party
BJP is the richest political party in the country

જે બધા જ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ભાજપ પછી માયાવતીના નેતૃત્વની બહુજન સમાજ પાર્ટી બીજા નંબરે છે જેની સંપત્તિ ૬૯૮.૩૩ કરોડ છે. ત્રીજા નંબરે કોંગ્રેસ છે, જેની સંપત્તિ રૂ. ૫૮૮.૧૬ કરોડ છે. દેશમાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેલી પાર્ટી કોંગ્રેસની સંપત્તિ માત્ર 8.42% છે પરંતુ દેવાના મામલે 49.55 કરોડ રૂપિયા સાથે પાર્ટી પહેલા નંબરે છે. રાષ્ટ્રીય પાર્ટીઓએ જાહેર કરેલી સંપત્તિમાં સૌથી મોટો હિસ્સો 4 હજાર 331.08 કરોડનો હિસ્સો માત્ર ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણનો છે. જેમાં કેન્દ્રમાં સત્તાધારી ભાજપે 3 હજાર 253 કરોડ રૂપિયા જાહેર કર્યા. આ તેમની કુલ સંપત્તિના 67.10 ટકા જેટલો છે. ભાજપ અને બસપાએ રોકાણમાં કંઈ જ રકમ દર્શાવી નથી જ્યારે કોંગ્રેસે 2.398 કરોડ રૂપિયા જાહેર કર્યા છે અને 240.90 કરોડ ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણ જાહેર કરી છે.

 BJP is the richest political party
BJP is the richest political party in the country

અન્ય પ્રાદેશિક પક્ષોમાં સપાએ 434.219 કરોડ, ટીઆરએસે 256.01 કરોડ, અન્નાદ્રમુકે 246.90 કરોડ, દ્રમુકે 162.425 કરોડ, શિવસેનાએ 148.46 કરોડ અને બીજૂ જનતા દળે 118.425 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણની સંપત્તિ જાહેર કરી છે.44 પ્રાદેશિક પક્ષોએ 2 હજાર 129.38 કરોડ સંપત્તિ જાહેર કરી છે તેમાં ટૉપ 10 પાર્ટીઓની કુલ સંપત્તિ 2 હજાર 028.715 કરોડ એટલે કે 95.27% છે. જેમાં સૌથી વધુ સંપત્તિ સપાની 563 કરોડની છે.

Related posts

અગ્નિપથ યોજનાનો વિરોધ કરતા યુવાનોના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ: સોનિયા ગાંધીએ પત્ર લખી કહ્યું: “કોંગ્રેસ તમારી સાથે છે”

Mukhya Samachar

ભારત જોડો યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા જમ્મુ પહોંચ્યા દિગ્વિજય સિંહ, જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાનું અંતિમ ચરણ

Mukhya Samachar

ગુજરાત કોંગ્રેસમાં ભડકો! NSUIના નવા પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ 300 હોદ્દેદારોના રાજીનામાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy