રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે.…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લઈને મોટા સમચાર આવી રહ્યા છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે,…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે.પીએમ મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.આ દરમિયાન એમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે…

બાબરી મસ્જિદ મુદાને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મોટું એલાન કર્યું છે. કોર્ટે લાલકૃષ્ણ અડવાણી સહિતનાં અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કરવાનાં વિરોધ…

ટ્વિટર બાદ ફેસબુકની પેરન્ટ કંપની ‘મેટા’એ આજે જોબ કટનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આજે મેટા પ્લેટફોર્મ ઇંકથી જાહેરાત કરવામાં આવી…

યુક્રેન સંઘર્ષની વચ્ચે બે દિવસ રશિયાની યાત્રા પર ગયેલા ભારતીય વિદેશી મંત્રી એસ જયશંકર પર હાલ વિશ્વની નજર હતી અને…

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટમાં વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમા કરવા આદેશ કરાયો છે. આ સાથે જ શહેરમાં લાગેલા સરકારના પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવ્યાં છે.આ સાથે જ એરપોર્ટ પર પણ ટીમ એક્ટીવ કરી દેવામાં આવી છે. જેથી પોલીસની નજર હેઠળથી કોઈ બચી ન શકે. રાજકોટમાં ચૂંટણીની આચારસંહિતાની અસર બજારમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. પોલીસ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવનારા પર બાજ નજર રાખવામાં આવી રહી છે.આચારસહિતા એટલે કે SOP મુજબ ચૂંટણી સેલની રચના કરવામાં આવી છે.સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ચૂંટણી આવે અને ચૂંટણી પુરી થાય ત્યાં સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સોશિયલ મીડિયામાં ખોટી ખબરો ન ફેલાઈ તે માટે સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ખાસ સેલની રચના કરવામાં આવી છે. જે તમામ ગતિવિધઓ પર બાજ નજર રાખી રહ્યાં છે. જેથી કોઈ ઘટના ન બને. આ ટીમ PSI સાથેની ટીમ છે. વોટ્સએપ સહિતના મેસેજ અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.આખી ટીમ શિફ્ટવાઈઝ કામ કરી રહી છે.ચૂંટણી ટીમની અલગ ટીમ છે, સોશિયલ મીડિયા માટેની અલગ ટીમ છે. બંને ટીમ પોતપોતાની રીતે કામ કરી રહી છે. તમને જણાવી દયે કે રાજકોટમાં આચારસહિંતા લાગુ થાય તે પહેલા જ તંત્ર દ્વારા પેરામિલેટ્રી ફોર્સ ઉતારી દેવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.રાજ્યમાં આચારસંહિતા લાગુ પડતા જ માહોલ ઇલેક્શનમય બની ગયો છે પરંતુ આ દરમિયાન આવકવેરા વિભાગની 4 ટીમ એક્ટિવ થઈ જતા વેપારીઓએ રોકડની અવરજવર વખતે ખાસ તકેદારી જરૂરી રહેશે. પોલીસ દ્વારા બનાવવામાં આવેલી દરેક ટીમ કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય અને રકમ ઓછી હોય તો પણ તપાસ કરશે.મળતી માહિતી અનુસાર આચારસંહિતા લાગુ થતા જ રોકડની અવરજવરને લઈ ચૂંટણીપંચ એલર્ટ થઈ ગયું છે. કારણ કે આ દરમિયાન આવા બનાવો વધારે બને તેવી શક્યતા હોય છે.

બ્રિટન કોર્ટે કહ્યું કે, ‘નીરવનું પ્રત્યાર્પણ કોઇપણ રીતે અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય.’ કોર્ટે નિરવ મોદીને ભારત મોકલવાનાં મુદા્ને ગ્રીન…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. તેવામાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં ન આવતા સત્તાવાર…

છત્તીસગઢમાં ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા આવકવેરા વિભાગે આજે કોલસા અને સ્ટીલના વેપારીઓના ઘરે દરોડા પાડ્યા છે. IT વિભાગની ટીમે…