Mukhya Samachar
Business

કામની વાત! આ બેન્કમાં FD તોડાવવા પર લાગશે મોટી પેનલ્ટી: જાણો બેન્કે કેવા બનાવ્યા નિયમો

Breaking FD in this bank will be a big penalty: Find out the rules made by the bank
  • આ બેન્કનાં નવા નિયમમાં એફડી તોડવા ઉપર ચાર્જ
  • 181 થી ઓછા દિવસની એફડી તોડવા પર લાગશે પેનલ્ટી
  • ચાર્જ 5 કરોડથી ઓછી રકમના એફડી પર

સમયથી પહેલાં રોકાણને તોડવું એ ક્યારેય યોગ્ય પગલું માનવામાં નથી આવતું, પરંતુ જયારે જરૂર પડે ત્યારે લોકો એફડી તોડીને પોતાની પૈસાની માંગને પૂરી કરે છે. આ જ કારણે રોકાણનો તેમને પૂરે પૂરો લાભ મળતો નથી. પરંતુ હવે યસ બેન્કનાં ગ્રાહકોને એફડી તોડવા ઉપર રોકાણનો લાભ તો નહિ મળે સાથે સાથે પેનલ્ટી પણ લાગશે. યશ બેન્કના નવા નિયમ મુજબ અમૂક ચોક્કસ સમયગાળા સુધીની સમય મર્યાદા સાથે એફડી તોડવા ઉપર ગ્રાહકે દંડ ભરવો પડશે બેન્કની વેબસાઈટ માં જણાવ્યા અનુસાર આ ફી 16 મે 2022થી લાગુ પડશે.
બેન્ક તરફથી મળેલ જાણકારી અનુસાર 181 દિવસથી ઓછા સમયની ફિક્સ ડીપોઝીટમાં તમે સમય નિર્ધારિત કર્યા પહેલાં પૈસા ઉપાડવા ઉપર ગ્રાહકને આપવી પડશે પેનલ્ટી. આ પહેલા આ સમયગાળા ની એફડી ઉપર કોઈ પણ જાતની પેનલ્ટી નહોતી લગતી. પણ જો હવે નિર્ધારિત સમય પહેલાં પીસ ઉપાડી લેવામાં આવશે તો તેને ૦.25 ટકાની પેનલ્ટી લાગશે. આ નિયમ વરિષ્ઠ નાગરિકોને લાગુ નહિ પડે. પ્રીમેચ્યોર વિડ્રોઅલ પેનલ્ટી 5 કરોડ રૂપિયાથી ઓછી એફ ડી ઉપર લાગુ પડશે. 182 દિવસથી વધુ સમયની એફડી ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવવામાં નહિ આવે. હાલ 5 કરોડથી ઓછી રકમની એફડી અને 182 અથવા તેથી વધુ દિવસો ની એફડી ઉપર ૦.5 ટકા પેનલ્ટી લાગે છે.

Breaking FD in this bank will be a big penalty: Find out the rules made by the bank
બેન્કના જણાવ્યા અનુસાર સમય પહેલાં એફ ડી તોડવા ઉપર વ્યાજ મળવાપાત્ર છે. 5 કરોડ રૂપિયાથી વધુની એફડી ઉપર ૦.25 ટકા પેનલ્ટી લાગુ પડશે. આ નિયમ બધા ને લાગુ રહેશે. એવા સીનીયર સીટીઝન કે જેણે 5 જુલાઈ 2019 થી 15 મેં 2019 વચ્ચે એફ ડી કરી છે તેને પેનલ્ટી લાગશે જયારે 16 મેં પછી કરેલ એફડી ઉપર કોઈ પણ પ્રકારની પેનલ્ટી નહિ લાગુ પડે.

Related posts

શું બજેટ 2023માં યુલિપની સમાન મ્યુચ્યુઅલ ફંડ્સ પર કર મુક્તિ ઉપલબ્ધ થશે? જાણો શું છે તેની અપેક્ષા

Mukhya Samachar

Union Budget 2023 : જીવન વીમા પૉલિસીમાં શું ફેરફાર થશે, સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ અંગે મહત્વપૂર્ણ નિર્ણય શક્ય

Mukhya Samachar

Budget 2023: પૂર્ણ બજેટ અને વચગાળાના બજેટ વચ્ચે શું તફાવત છે? તેઓ કયા સમયે રજૂ થાય છે?

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy