Mukhya Samachar
Gujarat

અમદાવાદમાં BRTS બસમાં લાગી ભીષણ આગ! સદનસીબે કોઈ જાનહાનિ નહીં

BRTS bus caught fire in Ahmedabad! Fortunately, there were no casualties

અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સ્ટોપ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં સવાર તમામ 40 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં કાબૂ લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 8.48 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, મેમનગર વિસ્તારના BRTS બસ સ્ટોપ પર ઉભેલી BRTS બસમાં આગ ફાટી નીકળી છે. કોલ મળતા જ ફાયર વિભાગના 5 વાહનો દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર 10 મિનિટમાં આગ કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે BRTS સ્ટોપની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા. કારણે બસમાંથી ધુમાડાને ગોટેગોટા ઉપર ઉડવા લાગ્યા હતા.

BRTS bus caught fire in Ahmedabad! Fortunately, there were no casualties
સવારે 8.30 કલાકની આ ઘટના છે. મેમનગર BRTS બસ સ્ટેશન પર એક BRTS બસ આવી હતી. T 28 મેમનગર સ્ટેશન પર ડોકીંગ એરિયામાં પહેલા BRTS બસની બ્રેક ડાઉન થઈ હતી એના પછી એન્જિનમાં ધુમાડો નીકળ્યો હતો. ડ્રાઈવરને આગળના ભાગમાં ધુમાડો દેખાતા જ તેને મુસાફરોને તાત્કાલિક નીચે ઉતાર્યા હતા. તો બસ સ્ટોપ પર રહેલા સ્ટાફ દ્વારા દરેક પેસેન્જરને બસમાંથી ઉતારી દીધા હતા અને થોડી વધારે ધુમાડા નીકળતા બસ સ્ટોપમાં રહેલા દરેક સ્ટાફ અને પેસેન્જરને તાત્કાલિક ધોરણે બસ સ્ટોપ ખાલી કરાવી સૂચના આપી હતી. આ ઘટનામાં એક પણ મુસાફરને જાનહાનિ થઈ નથી, ડ્રાઈવરની સમયસૂચકતાને પણ જીવ બચી ગયો છે. તમામ મુસાફરો અને ડ્રાઈવર સમયસર બહાર નીકળી ગયા હતા. જે કારણસર કોઈપણને કોઈપણ પ્રકારની જાના હાનિ થઈ નથી.

ઘટના બાદ અન્ય BRTS બસોનું ઓપરેશન સ્ટેશનની બહારની સાઈડથી ચાલુ કરાયુ હતુ. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 8.48 ફાયર વિભાગને કોલ કર્યો હતો, કોલ મળતા અમે અહી પહોંચી ગયા હતા. 10 મિનિટમાં જ આગ પર કાબૂ, ડ્રાઈવરની સમયસૂચકતાને કારમએ જીવ બચ્યો છે. જોકે, આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. ટેકનિકલ એક્સપર્ટ જ તેનુ કારણ કહી શકશે.

Related posts

રાજયમાં વધુ એક આંદોલનનો આવ્યો સુખદ અંત! વનરક્ષક કર્મચારી મંડળની માંગણીઓ સરકારે સ્વીકારી

Mukhya Samachar

મુસેવાલા હત્યાના તાર ગુજરાત સુધી પહોંચ્યા! શાર્પ શૂટર સંતોષ જાધવની કચ્છથી ધરપકડ

Mukhya Samachar

ગુજરાતની આગમી ચૂંટણી માટે ભાજપે કર્યો તેનો માસ્ટર સ્ટ્રોક તૈયાર: જાણો શું હશે આગળની નીતિ 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy