Mukhya Samachar
Gujarat

હરામીનાળામાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી

BSF seized 9 Pakistani boats
  • હરામીનાળામાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી
  • બોટમાં આવેલા લોકોની શોધખોળ શરૂ
  • શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું
BSF seized 9 Pakistani boats
BSF seized 9 Pakistani boats from Haraminala

કચ્છમાં પાકિસ્તાની બોર્ડર પર આવેલા હરામીનાળા મારફત પાકિસ્તાનીઓ વારંવાર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને તેની બોટ પકડાતી હોય છે. આવી જ એક સાથે  પાકિસ્તાનની 9 બોટ BSFની કચ્છની કાર્યવાહી દરમિયાન પકડાઈ છે. આ તમામ બોટ ભારતીય સરહદમાંથી જપ્ત કરાઈ છે. બોટમાં સવાર માછીમારો ક્યાં ગયા તેની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત આવી અન્ય બોટની પણ શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું છે. પાકિસ્તાન દ્વારા તાજેતરમાં માછીમારો સાથેની ભારતીય બોટનુ અપહરણ કરાયુ હતું ત્યારે હવે કચ્છ સરહદે BSFના પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમ્યાન 9 જેટલી બોટ પકડાઇ છે. આ બોટ પાકિસ્તાનના માછીમારોની છે કે તેમાં અન્ય કોઇ ઘુસણખોર હતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

BSF seized 9 Pakistani boats
BSF seized 9 Pakistani boats from Haraminala

આ ઉપરાંત વધુ બોટ તથા માછીમારો હોવાની શક્યતાને ધ્યાને રાખી BSFનુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13 ફિશિંગ બોટ અને 78 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે.

એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય માછીમારો અને 1,200 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે. પોરબંદરમાં IMBL પાસેથી 2 ભારતીય બોટ અને 16 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીને માછીમારો ભારતીય જળ સરહદમાં હોવા છતાં તેમને માછીમારી ન કરવા માટે સૂચના આપી હતી. તેમનો ભારતીય માછીમારો સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને પાછા વળી જવાનો ઓર્ડર કરી રહ્યા છે. જોકે માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની 10 કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું છે.

Related posts

ઉપલેટાના ખેડૂત દંપતીએ વડાપ્રધાનને પત્ર લખી ઇચ્છા મૃત્યુની કરી માંગ

Mukhya Samachar

ખેલૈયાઓ માટે મોટા સમાચાર! રાજ્ય સરકારે લાઉડસ્પીકર અંગે લીધો મોટો નિર્ણય: હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

Mukhya Samachar

વડોદરામાં રખડતાં ઢોરોને પકડવાની આજે વહેલી સવારથી કામગીરી હાથ ધરાઈ, ચાર ઝોનમાં કાર્યવાહી તેજ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy