Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં વધુ એક વખત BTPના ગઠબંધનનો ફિયાસ્કો! છોટુ વસાવાની જાહેરાતને મહેશ વસાવાએ વ્યક્તિગત ગણાવી

BTP alliance fiasco in Gujarat once again! Mahesh Vasava termed Chhotu Vasava's announcement as personal

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે હજુ તો ગઇકાલે જ BTP અને JDU વચ્ચે ગઠબંધન થયાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં તો એક જ દિવસમાં BTP-JDUના ગઠબંધનનું સુરસુરિયું થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને ખુદ પુત્ર મહેશ વસાવાએ નકારી કાઢી છે.

આ અંગે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાનું કહેવું છે કે, ‘મારી સાથે આ બાબતે કોઈ ચર્ચા નથી થઈ.’ BTPના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવાએ છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને વ્યક્તિગત ગણાવી છે. આથી કહી શકાય કે નવા ગંઠબંધનની જાહેરાતને લઈને પહેલી વાર પિતા-પુત્ર સામસામે આવી ગયા છે. ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં વિરોધ વધ્યો.

ઉલ્લેખનીય છે કે, હજુ તો ગઇકાલે જ છોટુ વસાવાએ JDU સાથે BTPના ગઠબંધનની જાહેરાત કરી હતી. છોટુ વસાવાની હાજરીમાં BTP પ્રદેશ અધ્યક્ષ અને JDUના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી. જ્યાર બાદ છોટુ વસાવાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘JDU અને BTP એક થઈને ચૂંટણી લડશે. JDUની મદદથી અમે ચૂંટણી લડીશું. ગુજરાતમાં ખુદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેઓ અમારા જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. JDU સાથે બેઠક બાદ સાથે મળીને અમે આગામી નવી યાદી જાહેર કરીશું.’

BTP alliance fiasco in Gujarat once again! Mahesh Vasava termed Chhotu Vasava's announcement as personal

વધુમાં તમને જણાવી દઇએ કે, એકાદ મહિના અગાઉ પણ આ જ રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને પણ BTPના લીધે મોટો ઝટકો લાગ્યો હતો. કારણ કે, અગાઉ 1 મેના રોજ BTP અને AAP વચ્ચે પણ ગઠબંધન થયું હતું. જો કે, તે ગઠબંધન પણ થોડા જ દિવસોમાં તૂટી ગયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, કેટલીક બેઠકો હારવાના ડરથી BTPએ ગઠબંધન તોડ્યું હતું.

ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી  ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.

 

Related posts

ગુજરાતના 169 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી! સૌથી વધુ આ જિલ્લામાં વરસાદ ખાબક્યો

Mukhya Samachar

આપના નેતાઓના ગુજરાતમાં ધામા : સિસોદિયા-ચઢ્ઢા હાલ સિદ્ધપુર અને રાજકોટમાં, કેજરીવાલ-માન આવતીકાલે આવશે ગુજરાત

Mukhya Samachar

દારૂના નશામાં યુવાન 100 ફૂંટ ઊંચા ટાવર પર ચડી એવું કર્યું કે આખું ગામ ભેગું થઈ ગયું!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy