Mukhya Samachar
Gujarat

બજેટ ગુજરાત: નવા બજેટમાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે કરવામાં આવી જોગવાઈ

Budget Gujarat 2022
  • મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.૮૮૦ કરોડની જોગવાઈ
  • નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું
  • સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવશે

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. ગુજરાતના નવા બજેટમાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે.

Budget Gujarat 2022
Budget Gujarat: In the new budget, provision has been made for animal husbandry and fisheries
પશુપાલન
  • પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. ૩૦૦ કરો .
  • ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ રૂ.૫૦૦ કરોડ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ .
  • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા જોગવાઈ રૂ.૮૦ કરોડ.
  • ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.૫૮ કરોડ.
  • ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂ.૪૪ કરોડ.
Budget Gujarat 2022
Budget Gujarat: In the new budget, provision has been made for animal husbandry and fisheries
  • ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર/ ગોડાઉન બાંધકામ માટે જોગવાઇ રૂ. ૧૨ કરોડ.
  • કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ માટે જોગવાઇ રૂ.૮ કરોડ.
  • કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે જોગવાઇ રૂ.૧૩૭ કરોડ.

 

મત્સ્યોદ્યોગ
Budget Gujarat 2022
Budget Gujarat: In the new budget, provision has been made for animal husbandry and fisheries
  • મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.૮૮૦ કરોડ .
  • માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર ૨ હજાર લીટરનો વધારો કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું .
  • સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રૂ. ૨૩૦ કરોડ.
  • સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ. ૭૫ કરોડ.
  • પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -૨, માઢવાડ, પોરબંદર -૨ અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ રૂ.૨૦૧ કરોડ.
  • સાગરખેડુઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૪૦ કરોડ.
  • હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. ૨૬૪ કરોડ.
  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ.

Related posts

મોબાઈલ ફોનના કવરમાં છુપાવી 10 સોનાના બિસ્કિટ લઇ જવામાં આવી રહ્યા હતા, સુરત એરપોર્ટ પર કરાયા જપ્ત

Mukhya Samachar

ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે રજુ

Mukhya Samachar

ઓપરેશન રેસક્યું! જિલ્લામાં આતંક મચાવનાર માનસિક સિંહણ આખરે પાંજરે પુરાઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy