Mukhya Samachar
Food

કોરોના કાળમાં નોકરી ગુમાવી અને હવે બુલેટ પર વેચે છે મોમોસ! એકવાર ચોક્કસ કરો ટેસ્ટ

bullet-momos-was-started-by-three-friends-in-ahmedabad
  • ગુજરાતીઓનો ખાણી પીણીનો શોખ જગજાહેર છે
  • બ્રધર્સ મોમોની અમદાવાદમાં બૂલેટ પર શરૂઆત કરી હતી
  • તેઓના હાલ અમદાવાદમાં 4 આઉટલેટ્સ આવેલા છે

ગુજરાતીઓનો ખાણી પીણીનો શોખ જગજાહેર છે. ફાસ્ટ ફૂડ હોય કે પછી વિવિધ જમવાની વાનગીઓમાં આવતી વેરાઈટી ગુજરાતીઓ તેને આરોગવામાં સૌથી આગળ હોય છે.વિવિધ પ્રકારના ફાસ્ટ ફૂડ ખાવાની ડિસોમાં જોવા જઈએ તો આજ-કાલ મોમોસ,ચાઈનીઝ,નુડલ્સ વગેરે સૌથી વધુ મનગમતી ડિસોમાંની એક હોય છે.તેવામાં હવે અમદાવાદમાં સ્વાદિષ્ટ બૂલેટ મોમોસ પણ મળી રહ્યા છે જે અમદાવાદમાં રહેતા 3 મિત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં બૂલેટ મોમોસની શરૂઆત ત્રણ મિત્રોઆકાશ બ્રહ્માણી,નિતેશ સિંઘ, અને અનુરાગ સેંગરે સાથે મળીને કરી છે.તેઓના હાલ અમદાવાદમાં 4 આઉટલેટ્સ આવેલા છે.જેમાંસિંધુ ભવન રોડ, IIM રોડ, HL કોલેજ અને મુમતપુરા રોડ પર તેઓ હાલ ફ્રેસ મોમોસ વેચી રહ્યા છે.આ મોમોસમાં 16 જેટલી વેરાયટી હાલ તેઓ કસ્ટમર્સ માટે ઉપલ્બઘ કરાવી રહ્યા છે.જેમાં વેગી, સોયા, ચીઝ કોર્ન, પનીર ચીઝ, સ્પાઈસી જેવી વેરાયટીઓનો સમાવેસ કર્યો છે.આ મોમોસમાં હાલ કસ્મટમર્સપનીર ચીઝ, સ્પાઈસીની વધુ ડિમાન્ડ કરે છે.જે હાલ 100થી170 રૂપિયાની ડિસ પ્રમાણે તેઓ સર્વ કરે છે.

bullet-momos-was-started-by-three-friends-in-ahmedabad

આર્થિક રીતે મુસ્કેલીઓનો સામનો કરી રહેલા ત્રણે મિત્રોએ ભેગા મળીને નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરતા તેઓ એ અમદાવાદમાં મોમોસ વેચવાનું નક્કી કર્યું હતું.અને બ્રધર્સ મોમોની અમદાવાદમાં બૂલેટ પર શરૂઆત કરી હતી. તેઓ પાસે હાલ બૂલેટની સાથે એક ફૂડ ટ્રક પણ છે.આજે તેઓ અમદાવાદના 4 સ્થળો પર મોમોસ વેચીને સારા પૈસા કમાઈ રહ્યા છે.

કોરોના માહામારી અગાઉ આ ત્રણ મિત્રો જૂદી જૂદી ફિલ્ડમાં કામ કરી રહ્યા હતા.પરંતું કોરોના મહામારીના કારણે તેઓને ભારે મુસ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.જેમાં આકાશ બ્રહ્માણીએ B.Sc. ઈન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું છે. તેઓ પહેલા બંબુજા રેસ્ટોરેન્ટ ચલાવતા હતા. જ્યારે નિતેશ સિંઘેB.Com. કર્યું છે. તેઓ પહેલા કેફે ચલાવતા હતા. તથા અનુરાગ સેંગર એક એન્જિનિયર છે. તેમણે ઈલેક્ટ્રિક એન્ડ કમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે. તેઓ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરી રહ્યા હતા. પરંતુ કોરોના જેવી મહામારીમાં તેમના જૂના બિઝનેસ બંધ કરવા પડ્યા હતા.

મોમોસ એ લોટ અને સ્વાદિષ્ટ સ્ટફિંગથી બનેલા ડમ્પલિંગ હોય છે. આને સ્ટફિંગ શાકભાજી, સી ફૂડ, ચિકન અથવા પનીર સાથે બનાવી શકાય છે. મોમોસને બાફીને, બેક કરીને અથવા ડીપ ફ્રાય કરીને રાંધી શકાય છે. આ વેજ મોમોસમાં કોબી, ગાજર, ફ્રેન્ચ બીન્સ, કેપ્સિકમ અને ડુંગળીનું મિશ્રણ હોય છે. ડમ્પલિંગ માટેનો કણક ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. મોમોસને કોઈ પણ મસાલેદાર અથવા ગરમ ચટણી સાથે સર્વ કરી શકાય છે.

Related posts

ચોમાસાની સીઝનમાં આ લોટનું ખીચું ખાશો તો આંગળી ચાટતા રહી જશો

Mukhya Samachar

વરસાદની સિઝનમાં આ 5 ચાનો માણો આનંદ! દરેકનો સ્વાદ છે કઈક યુનિક

Mukhya Samachar

મુંબઈની આ રેસ્ટોરન્ટમાં ફરાળી વાનગીઓનો છે ખજાનો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy