Mukhya Samachar
Gujarat

બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ: મુખ્યમંત્રી અને રેલ્વેમંત્રીની બેઠક માં બુલેટ ટ્રેનની થઈ ચર્ચા

Bullet train works at bullet speed! The bullet train was discussed in the meeting between the Chief Minister and the Railway Minister
  • કામની પ્રગતિ નિહાળવા મુખ્યમંત્રીને આમંત્રણ
  • રેલ્વે ઓવેરબ્રિજ સહિતના પ્રશ્નોનો નિકાલ
  • રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સંકલન

Bullet train works at bullet speed! The bullet train was discussed in the meeting between the Chief Minister and the Railway Minister

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલ્વે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલ્વે ઓવરબ્રીજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ઝડપથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક મળી હતી.ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ.

Bullet train works at bullet speed! The bullet train was discussed in the meeting between the Chief Minister and the Railway Minister

રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેને ગુજરાતને કેન્દ્ર અને રાજય સરકાર એમ ડબલ એન્જીનની સરકારનો ફાયદો મળે છે ત્યારે મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ્સ નિર્ધારિત સમય અને ત્વરિત ગતિએ પૂરા થાય તેવી સ્પષ્ટ હિમાયત કરી હતી.આ હેતુસર કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના સંબંધિત અધિકારીઓ તથા રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે માસિક સમીક્ષા બેઠક યોજવા તેમણે અનુરોધ કર્યો હતો.અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે.કામની પ્રગતિ નિહાળવા મુખ્યમંત્રીને આમંત્રણ.

Bullet train works at bullet speed! The bullet train was discussed in the meeting between the Chief Minister and the Railway Minister

રેલ રાજય મંત્રી દર્શનાબહેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં તેમના સુરત, ભરૂચ, નવસારીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇસ્પીડ રેલની જે કામગીરી થઇ રહી છે તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને જણાવ્યું કે, રાજ્ય-કેન્દ્ર વચ્ચેના રેલ્વે સંબંધિત જે પેન્ડીંગ ઇસ્યુ હોય તેનું નિવારણ એકબીજા સાથે સમજુતી અને ચર્ચા-વિચારણાથી આવે તેવું વાતાવરણ ઊભું થવું જોઇએ.તેમણે મુખ્ય સચિવ પંકજકુમારને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, રેલ્વે ઓવરબ્રીજમાં રાજ્ય-કેન્દ્રની ભાગીદારી સહિતના જે વિવિધ પ્રશ્નો છે તેના માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા ઊભી કરી એક માસ પછી સમગ્ર પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરવા સૂચન કર્યુ હતું.

Related posts

ભાજપે મોદી કેબિનેટના મંત્રીઓની આખી ફોજ ગુજરાતમાં ઉતારી! નેતાઓ સભાઓ ગજવશે

Mukhya Samachar

વડોદરામાં મોદોએ કહ્યું; “જેમ માં બાળકને સચવે તેમ વડોદરાએ મને સાચવ્યો, આ ક્યારેય નહિ ભુલાય”

Mukhya Samachar

રાજકોટમાં ખુલ્લી જીપમાં સવાર થઈ PM મોદીનો ભવ્ય રોડ શો! લોકોએ વડાપ્રધાનનું કર્યું સ્વાગત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy