Mukhya Samachar
Gujarat

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! એક જ દિવસમાં અધધ 1.35 લાખ ગુણીની આવક

Bumper income of groundnut in Rajkot marketing yard! 1.35 lakh times income in a single day

રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળીની બમ્પર આવક શરૂ થઈ ગઈ છે.એક જ દિવસમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 1.35 લાખ ગુણીની આવક થઈ છે.સવારથી ખેડૂતો મગફળી લઇ પહોંચી જતા એક કિલોમીટર લાંબી લાઈન યાર્ડની બહાર રસ્તા પર જોવા મળી હતી.

માર્કેટીંગ યાર્ડ બહાર 1800થી વધુ વાહનોની લાઈનો જોવા મળી હતી.રાજકોટ માર્કેટ યાર્ડમાં આવક સમયે યુવા ચેરમેન જયેશભાઈ બોઘરા અને બધા ડિરેક્ટરો અને કર્મચારીઓની હાજરીમાં રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 1800થી વધુ વાહનોમાંથી મગફળી ઉતારવામાં આવી હતી.અંદાજે 1.35 લાખ ગુણીની આવક થઈ છે.જે માર્કેટયાર્ડના ઈતિહાસમાં એક ઐતિહાસીક ઘટના છે.

Bumper income of groundnut in Rajkot marketing yard! 1.35 lakh times income in a single day

રાજકોટ માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડના અસરકારક વહીવટને કારણે આવકમાં ઊતરોતર વધારો થઈ રહ્યો છે. હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રવાહ રાજકોટ માર્કેટયાર્ડ તરફ વધ્યો છે.વહેલી સવારથી જ ખેડૂતો પોતાની મગફળી લઇ યાર્ડ પહોંચી જતા યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી હતી.

રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 1 હજાર રૂપિયાથી 1300 રૂપિયાનો બોલાયો હતો.સમગ્ર મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં 1 લાખ 35 હજાર ગુણીની આવક થઈ છે.આ મગફળીનો ખુલ્લા બજારમાં ભાવ સાડા 1100 થી સાડા 1300 સુધી બોલાયો હતો. વધુમાં તેમને જણાવ્યું હતું કે,ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતે તેઓ બેડી માર્કેટ યાર્ડમાં તેનો માલ લઈને આવે છે.મગફળીની જેમ કપાસની પણ રોજની ખુબ જ આવક થાય છે.

 

Related posts

ચૂંટણી પહેલા સરકારની ચિંતા વધી: રાજયમાં ત્રણ આંદોલનો થયા શરૂ: સરકારી કર્મચારીઓ પણ લડીલેવાના મૂડમાં

Mukhya Samachar

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ :રાજકોટની દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાએ જંગી જીત મેળવી

Mukhya Samachar

શિક્ષણ મંત્રીનો બાળક અવતાર: બાળકો સાથે ઝૂલે ઝૂલી બાળપણને કર્યું યાદ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy