Mukhya Samachar
National

અજમેરમાં  તળાવમાંથી તરતાં  મળ્યાં નોટોનાં બંડલ!  વાત સાંભળી એકઠી થઈ ગઈ ભીડ 

Bundles of notes found floating in the lake in Ajmer! The crowd gathered to listen

 

  • આનાસાગર તળાવમાંથી તરતાં જોવા મળ્યાં 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં
  • સ્થાનિક પોલીસે જપ્ત કરેલી નોટ અંગે RBI પાસેથી સલાહ માગી
  • તળાવમાં નોટની વાત સાંભળીને સ્થાનિકોની ભીડ એકઠી થઈ ગઈ હતી

Bundles of notes found floating in the lake in Ajmer! The crowd gathered to listen

અજમેરમાં શુક્રવારે એ સમયે હડકંપ ઊભો થઈ ગયો, જ્યારે આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં. સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરી. એ બાદ તરવૈયાઓની મદદથી તળાવમાંથી નોટનાં 54 બંડલ કાઢવામાં આવ્યાં. પોલીસનું કહેવું છે કે આ બંડલ નકલી લાગી રહ્યાં છે, જે કુલ 1.08 કરોડનાં છે, જોકે ભીની હોવાને કારણે કંઈ સ્પષ્ટ થતું નથી.તમામ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે. એ એકદમ 2 હજારની અસલી નોટની જેવી જ લાગતી હતી. તમામ નોટનાં બંડલ પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળ્યાં. ઘટના પુષ્કર રોડ સ્થિત સેન્ચુરી પબ્લિક સ્કૂલ પાસેની છે.ASI બલદેવ સિંહે જણાવ્યું હતું કે આનાસાગર તળાવમાં 3 થેલીમાં 2 હજારની નોટ હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આનાસાગર તળાવમાં પડેલી નોટ જપ્ત કરી. તેમણે જણાવ્યું કે તળાવમાંથી મળેલી નોટ અસલી છે કે નકલી એ હાલ ખ્યાલ નથી આવતો. મળી આવેલી તમામ નોટ પર રિઝર્વ બેંક લખેલું છે. પાણીમાં હોવાને કારણે એ ભીની થઈ ગઈ છે.

Bundles of notes found floating in the lake in Ajmer! The crowd gathered to listen

પોલીસના જણાવ્યા મુજબ, આ અંગે ભારતીય રિઝર્વ બેંક તેમજ અન્ય બેંક પાસેથી આ અંગેની જાણકારી લીધા બાદ આ મામલે તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ નોટને આનાસાગર તળાવમાં કોને ફેંકી એ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે, જેથી સ્પષ્ટ થઈ જાય કે આ નોટ આનાસાગરમાં ક્યાંથી આવી. હાલ પોલીસે નોટને જપ્ત કરી તપાસ શરૂ કરી છેજૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટ નજીકથી 200-500ની અસલી નોટ તરતી મળી હતી. નોટની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને તરવૈયાઓ પણ તળાવમાં કૂદી પડ્યા. આ અંગેની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં તરતી નોટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કોઈ ઝાયરીનના તળાવમાં પડેલા પર્સમાંથી આ નોટ નીકળી હતી..

Related posts

નેશનલ હાઈવે પર 1298 બ્લેક સ્પોટને કરવામાં આવી રહ્યા છે ઠીક , ગયા વર્ષે રોડ એક્સિડન્ટમાં 56 હજાર લોકોના થયા હતા મોત

Mukhya Samachar

તાઇવાનની શરહદમાં ચીનની ઘૂસણખોરી વધી! તાઈવાને દેશમાં 8 ચીની લશ્કરી વિમાનો અને 3 નૌકાદળના જહાજોને ટ્રેક કર્યા

Mukhya Samachar

USAની પરમાણુથી લેસ સબમરીન ગુજરાત નજીક પહોચતા ખળભળાટ મચ્યો! કોણ હતું તેના નિશાના પર?

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy