Mukhya Samachar
Tech

ફોનમાં નહીં થાય કૉલ-રેકોર્ડીંગ! ગૂગલે કર્યા મોટા ફેરફાર; જાણો કોને થશે અસર

Call-recording does not happen in the phone! Big changes made by Google; Find out who will be affected
  • Googleએ લીધો મહત્વનો નિર્ણય
  • Call Recording વાળી તમામ Android Apps બંધ કરી
  • ડેવલપર્સ ઉઠાવી રહ્યા હતા ગેરફાયદો

Call-recording does not happen in the phone! Big changes made by Google; Find out who will be affected

આજથી થર્ડ પાટી એપ દ્વારા હવે કોલરેકોર્ડિંગ નહી થઇ શકે. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી હતી કે તે પ્લે સ્ટોરમાંથી તમામ કોલ રેકોર્ડિંગ એપ્સને પ્રતિબંધિત કરી રહ્યું છે. આ પ્લે સ્ટોર પોલિસી આજથી એટલે કે 11 મેથી અમલમાં આવી છે. આ નિર્ણયની અસર ફોનમાં ઇનબિલ્ટ રેકોર્ડિંગ ફીચરમાં નહી જોવા મળે. ટેક જાયન્ટ ગૂગલ કોલ રેકોર્ડિંગ એપ્સ અને સેવાઓની વિરુદ્ધ છે. કંપનીનું માનવું છે કે આ યુઝરની પ્રાઇવસી વિરુદ્ધ છે. આ કારણોસર Google ની Dialer એપથી જ્યારે કોલ રેકોર્ડ કરવામાં આવે છે ત્યારે બંને સાઇડ યુઝર્સને સૂચના આપવામાં આવે છે.

Call-recording does not happen in the phone! Big changes made by Google; Find out who will be affected
ગૂગલે સ્પષ્ટતા કરી કે આ ફેરફાર થર્ડ પાર્ટી એપ્સથી કોલ રેકોર્ડ કરતા યુઝર્સને જ અસર કરશે. મતલબ કે જો તમારા ફોનમાં ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર ઉપલબ્ધ છે તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં. જો કે, રેકોર્ડિંગ કાર્યક્ષમતા એ બાબત પર પણ આધાર રાખે છે કે તમારા દેશમાં કોલ રેકોર્ડ કરવા લીગલ છે કે નહી. ભારતમાં હાલ કોલ રેકોર્ડ કરી શકાય છે. જો તમારા ફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવી હોય તો તમે પહેલાની જેમ જ કોલ રેકોર્ડ કરી શકશો.

Call-recording does not happen in the phone! Big changes made by Google; Find out who will be affected
નવી ગૂગલ પ્લે સ્ટોર પોલિસી અનુસાર કંપની કોઈપણ થર્ડ પાર્ટી એપને એન્ડ્રોઈડ ફોન પર ગૂગલની એક્સેસિબિલિટી APIનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. આ સાથે કોલ રેકોર્ડર એપ કામ નહીં કરે. કંપનીએ એન્ડ્રોઇડ 10 પર કોલ રેકોર્ડિંગ ફીચરને ડિફોલ્ટ રૂપે બંધ કરી દીધું હતું. જેના કારણે કોલ રેકોર્ડિંગ એપ્સે ફોનના એક્સેસિબિલિટી APIનો ઉપયોગ કરીને કોલ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. આના કારણે એપને જરૂરી વસ્તુઓની ઍક્સેસ મળી ગઈ, જેનો ઘણા ડેવલપર્સે ખોટો ફાયદો ઉઠાવ્યો. આ જોઈને ગૂગલે પોલિસી બદલી. હવે કૉલ રેકોર્ડિંગ એપને ઍક્સેસિબિલિટી APIનો ઍક્સેસ આપવામાં આવશે નહીં. જેના કારણે કોલ રેકોર્ડિંગ થઈ શકતું નથી.
ગૂગલની આ જાહેરાત બાદ Truecaller પણ તેની એપમાંથી કોલ રેકોર્ડિંગ ફીચર હટાવવાની જાહેરાત કરી છે. એટલે કે Truecaller દ્વારા પણ યુઝર્સ કોલ રેકોર્ડ કરી શકશે નહીં.

 

Related posts

apple હવે મોટી સ્ક્રીન અને લાંબી બેટરી વાળી સ્માર્ટવૉચ કરશે લોન્ચ

Mukhya Samachar

appleના આ સ્માર્ટફોન પર નહીં વાપરી શકો WhatsApp

Mukhya Samachar

લાઈટ વિના પણ થઈ જશે ઘર Cool-Cool! આટલું કરો તો પંખો અને કુલર ચાલશે બિંદાસ્ત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy