Mukhya Samachar
National

રાજધાની દિલ્હીને ગરમીથી મળી રાહત! ભારે પવન સાથે હળવા કરા અને વરસાદ પડ્યો : હજુ આ રાજયમાં વરસાદ પાડવાની આગાહી

Capital Delhi gets relief from heat! Light hail with strong winds: Rainfall forecast for the state
  • દિલ્હી-NCRમાં લોકોને ગરમીથી રાહત મળી
  • બુધવારે દિલ્હી-NCRમાં હળવા વરસાદ સાથે કરા પડ્યા
  • બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી

Capital Delhi gets relief from heat! Light hail and rain with strong winds: Rainfall is still forecast in the state

દિલ્હી-NCRમાં બુધવારના રોજ સાંજે જોરદાર પવન સાથે હળવો વરસાદ અને કરા પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે લોકોને ગરમીથી પણ મોટી રાહત મળી હતી. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં અનુસાર, ગુરુવારે પણ હવામાન કંઇક આવું જ રહેવાની શક્યતા છે. દરમિયાન આકાશમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ગાજવીજ વરસાદ સાથે વીજળી પણ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સાથે એવી પણ આગાહી કરી છે કે, શુક્રવારથી તાપમાન ફરીથી વધવાનું શરૂ થઇ જશે, પરંતુ સોમવાર સુધી ગરમીના પ્રકોપથી રાહત મળશે. ત્યાર બાદ મંગળવારથી ફરી ગરમીનો પ્રકોપ શરૂ થઇ જશે.દેશમાં દક્ષિણ આંદામાન અને બંગાળની ખાડીના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, “અમે 6 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ નીચા દબાણનો વિસ્તાર બનવાની અપેક્ષા રાખીએ છીએ.

Capital Delhi gets relief from heat! Light hail and rain with strong winds: Rainfall is still forecast in the state

ત્યાર બાદ લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 48 કલાક બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઓડિશામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.’સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના જણાવ્યાં અનુસાર, ગુરુવારે સવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘મધ્યમ’ શ્રેણીમાં 173 નોંધવામાં આવ્યું. આ સાથે નોઇડામાં AQI 180 છે, જ્યારે ગુરુગ્રામમાં 179 નોંધવામાં આવ્યું. તમને જણાવી દઇએ કે, AQIને શૂન્ય અને 50ની વચ્ચે ‘સારા’, 51 અને 100 ની વચ્ચે ‘સંતોષજનક’, 101 અને 200 ની વચ્ચે ‘મધ્યમ’, 201 અને 300 ની વચ્ચે ‘નબળું’, 301 અને 400 ની વચ્ચે ‘ખૂબ જ નબળું’ અને 401 વચ્ચે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને 500ને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ગણું વધારે 28.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1ગણું વધારે 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Capital Delhi gets relief from heat! Light hail with strong winds: Rainfall forecast for the state

હવામાં ભેજનું પ્રમાણ 37થી 64 ટકા હતું.ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. નોઈડામાં મહત્તમ તાપમાન 43.4 અને લઘુત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વાતાવરણ સ્વચ્છ રહી શકે છે. ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન 40 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. અહીં પણ હવામાન સ્વચ્છ રહેવાનું અનુમાન છે.

Related posts

કાંગડામાં રેલી કરીને પરત ફરતી વખતે મોદીએ એમ્બ્યુલન્સ માટે કાફલો રોક્યો

Mukhya Samachar

દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં aapનો પૂર્ણ બહુમતથી વિજય, થયો ભાજપના 15 વર્ષના શાસનનો અંત

Mukhya Samachar

સિસોદિયા CBI સામે હાજર થાય તે પહેલા ભવ્ય રોડ શો યોજ્યો!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy