Mukhya Samachar
National

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાની સામે ચાર્જશીટ દાખલ જાણો શું લાગ્યો છે આરોપ

chargesheet-filed-against-farooq-abdullah
  • ક્રિકેટ એસોસિએશન ફંડ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ઈડીએ અબ્દુલાની સામે ચાર્જશીટ દાખલ કરી છે
  • ફારુક અબ્દુલાની સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે
  • ફારુક અબ્દુલાની સંપત્તિ જપ્ત કરી લીધી

ફારુક અબ્દુલાની સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ અબ્દુલાની સામે PMLA કોર્ટમાં તેમની સામે ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ઉપરાંત ઈડીએ તેમને 27 ઓગસ્ટે PMLA કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન ફંડ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ઈડીએ અબ્દુલાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. ફારુક અબ્દુલાની સાથે અહમદ મિર્ઝા, મીર મંજૂર ગઝાનફર અને બીજા આરોપીઓના નામ છે. પીએમએલએ કોર્ટે તમામ આરોપીઓને પીએમએલએ કોર્ટ સમક્ષ 27 ઓગસ્ટના રોજ હાજર રહેવાનો આદેશ પાઠવ્યો છે.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત કેસમાં ઈડીએ તેમની સામે કાર્યવાહી કરી છે. ઈડીએ તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું છે. આ પહેલા 31 મેના દિવસે ઈડીએ 3 કલાક સુધી અબ્દુલાની પૂછપરછ કરી હતી. ઈડીએ આ પહેલા ફારુક અબ્દુલાની 21.50 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. ઈડીએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોની સામે 2018માં સીબીઆઈ દ્વારા દાખલ ચાર્જશીટને આધારે મની લોન્ડરિંગની તપાસ શરુ કરી હતી.

Related posts

ચૂંટણીમાં કાળા નાણાંની હેરફેર પર ચૂંટણી પંચ રાખશે નજર! પોલિટિકલ ફંડીંગની મર્યાદા ઘટાડવાની વિચારણા

Mukhya Samachar

મહારાષ્ટ્રમાં શિવસૈનિકો વિફર્યા! શિંદેની નજીકના ધારાસભ્યના ઘરે કરી તોડફોડ; મુંબઈમાં કલમ 144 લાગુ

Mukhya Samachar

શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કોને કોને મળ્યા છે આ એવોર્ડ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy