Mukhya Samachar
Gujarat

ગુજરાતનો ભાતીગળ એવો તરણેતરના મેળાની મુલાકાત કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Chief Minister Bhupendra Patel visiting Gujarat's Bhatigal Avo Swimmers' Fair

ગુજરાતની સંસ્કૃતિનો મેળો એવો તરણેતરનો મેળો શરૂ થઈ ગયો છે. જેમાં દેશ વિદેશથી લોકો અહી આવે છે. ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતરના મેળાની મુલાકાત કરી હતી.  જેમાં તેમણે, જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં ૧૫૦૦થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦૦થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી.  મેળાઓ આપણી વૈવિધ્યસભર અને અનેક વિશેષતાઓ ધરાવતી લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ કરે છે. સરકાર મેળાઓમાં તેમનું સ્વરૂપ જાળવી રાખી આ સાથે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યરત છે.

Chief Minister Bhupendra Patel visiting Gujarat's Bhatigal Avo Swimmers' Fair

તરણેતરના મેળામાં લંગડી, માટલા દોડ, ખાંડના લાડુ ખાવાની સ્પર્ધા, દોરડાકૂદ સહિતની પરંપરાગત રમતો  ઉપરાંત દોડ, વોલીબોલ, કૂદ, કુસ્તી, કબડ્ડી જેવી રમતોના આયોજનને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે આખી દુનિયામાં જો ગ્રામ્ય સ્તરે ક્યાંય વૈશ્વિક કક્ષાનો મેળો યોજાતો હોય તો તે તરણેતર છે. આ વિશ્વપ્રસિદ્ધ મેળાના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને અભિનંદન પાઠવ્યા હતા.

માનવી સુધી સુવિધાઓ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોચે તે સુનિશ્ચિત કરવા  સરકાર સતત કાર્યરત છે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે આજે ગુજરાત આરોગ્ય, શિક્ષણ, ઊર્જા  એમ બધા ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

Chief Minister Bhupendra Patel visiting Gujarat's Bhatigal Avo Swimmers' Fair

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચાલુ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં  મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈ પોતાના ઘર-મકાનો, દુકાનો વગેરે પર તિરંગો લહેરાવી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા દેશપ્રેમના અભિયાનમાં જોડાઈ તેને અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.  રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીએ જૂનાગઢ, માધવપુર જેવા અનેક મેળાઓની વાત કરતા આધુનિક સમયમાં મેળાઓ સમાજની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આવા મેળાઓ થકી આવનાર નવી પેઢીમાં સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય એ માટે આવા કાર્યક્રમો થતા રહે એ ખૂબ જ જરૂરી છે.

કાર્યક્રમમાં જિલ્લાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિ:શુલ્ક તૈયારી કરી શકે એ માટે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં અનએકેડમી સાથે MOU પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રીનું તરણેતરની પરંપરાગત બંડી, પાઘડી, તલવાર, છત્રી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પાંચાળ સાંસ્કૃતિક ગ્રુપ થાનગઢ દ્વારા ભવ્ય રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

Chief Minister Bhupendra Patel visiting Gujarat's Bhatigal Avo Swimmers' Fair

મુખ્યમંત્રીએ તરણેતર મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, વઢવાણ ધારાસભ્ય ધનજી પટેલ, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, અગ્રણી સર્વ શંકરભાઈ વેગડ, જગદીશભાઈ મકવાણા, દિલીપભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, નીમુબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોરોના સામે પાણી પેલા પાળ બાંધતી સરકાર

Mukhya Samachar

સોમનાથ-ઓખા ટ્રેનના ડ્રાઈવરની સમય સૂચકતાથી અટકી મોટી દુર્ઘટના; ટ્રેનને રિબડા ત્રણ કલાક રોકી દેવાઇ

Mukhya Samachar

જગતમંદિર હાઇએલર્ટ પર! અલકાયદાની ધમકી બાદ દ્વારકામાં ગોઠવાઈ થ્રિ લેયર સુરક્ષા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy