Mukhya Samachar
Food

વઘારમાં વપરાતા તજ અને લવિંગ છે ગુણોનો ભંડાર

cinnamon-and-cloves-used-in-waghar-are-rich-in-properties
  • પાચન થવાની પ્રક્રિયામાં પણ મદદરૂપ સાબિત થાય છે
  • લવિંગ મોઢાંની દુર્ગંધ દૂર કરે છે
  • લવિંગ સ્વભાવે ગરમ હોય છે

લવિંગ (Cloves) અને ઈલાયચી (Cardamom) આપણે ને કેવી રીતે ઉપયોગી થતા હોય છે, આ વિશેની વિસ્તૃતમાં માહિતી તમને  જણાવશું

cinnamon-and-cloves-used-in-waghar-are-rich-in-properties

ઈલાયચી: સૌથી ફેમસ મુખવાસ ઈલાયચી છે. બોલીવુડના ખાન થી લઈને મોટી મોટી કંપનીઓ પણ ઈલાયચી વિષે વાત કરી રહી છે. ઈલાયચીને મુખવાસનો રાજા માનવામાં આવે છે. આયુર્વેદમાં હજારો વર્ષો પૂર્વે ઈલાયચીના પ્રકાર, એ કેવી રીતે ઉત્પ્ન્ન થાય છે, ક્યાં મળે છે, એના વિષે જણાવેલ છે. જેમાં બે પ્રકારની ઈલાયચી આવતી હોય છે – મોટી ઈલાયચી અને નાની ઈલાયચી. આપણે મુખવાસ તરીકે ઘરમાં જે ઇલાયચીનો ઉપયોગ કરીએ છે એ નાની ઈલાયચી છે. જેમાંથી કાળા અથવા તો કથ્થાઈ રંગના દાણા નીકળે છે.

ઈલાયચી સ્વભાવે ઠંડી હોય છે.વધારે માત્રમાં ઉલ્ટી થવાની પ્રક્રિયાને કાબુમાં લાવી શકે છે. તથા પાચન થવાની પ્રક્રિયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જેમને પેશાબ ઓછો આવતો હોય, એમણે પણ ઇલાયચીનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દી માટે ઈલાયચી એક ખુબ જ સારો મુખવાસ માનવામાં આવે છે

cinnamon-and-cloves-used-in-waghar-are-rich-in-properties

લવિંગ:
એ ખાસ મુખવાસમાં ઉપયોગી છે. આયુર્વેદની દિનચર્યા, જેમાં રોજિંદા જીવનમાં શું કરવું, જમ્યા પછી શું કરવું? તો એમાં તાંબુલભક્ષણ એટલે કે પાન અને મુખવાસ જેવા ગુણ છે, જે મોઢાંની દુર્ગંધ દૂર કરે છે. એના માટે વપરાતા દ્રવ્યોમાં લવિંગનું સ્થાન સૌથી મુખ્ય હોય છે. લવિંગ એક એવું દ્રવ્ય છે જે ફક્ત મુખવાસની જેમ મોઢાને ફક્ત ચોખ્ખું નહીં પરંતુ સુગંધને પણ સુધારે છે અને જમ્યા બાદ શરીરમાં જે કફનો પ્રકોપ થાય છે, એને પણ કાબુમાં કરે છે.

લવિંગ વિષે ઘણી ગેરમાન્યતાઓ છે. મોટા ભાગના લોકો એમ માને છે કે, લવિંગ સ્વભાવે ગરમ હોય છે. પણ આયુર્વેદ કહે છે કે, લવિંગ સ્વભાવે ઠંડુ છે. લવિંગ એ એવા વિદ્યાર્થીઓ માટે વરદાન રૂપ છે કે, જેમણે આખી રાત વાંચવાનું છે અને જેમને ખાસ ચા ની આદત નથી. આ લોકો લવિંગ માત્ર સૂંઘશે, ત્યાં એમની ઊંઘ ગાયબ જ થઈ જશે. કોરોના બાદ ખાસ દર્દીઓ કહેતા હોય છે કે, સુગંધ જ જતી રહી છે. તો એ સમયે ત્યારે લવિંગ સૂંઘવાથી એ સુગંધને પછી લાવવાની શક્યતાઓ વધારે હોય છે. તદુપરાંત દાંતમાં દુખાવો હોય, ત્યારે લવીંગને મસળીને એમાંથી જે તેલ નીકળે છે અથવા તો એના પાવડરને ઘીમાં સાંતળીને દાંત પર લાગવાથી દુખાવો દૂર થઈ જાય છે. આવા ઘણા ફાયદાઓ વિસ્તૃતમાં જણાવેલ છે.

Related posts

સિમલા મિર્ચ અમેરિકાની ઉપજ છતાં કેમ પડ્યું સિમલા મિર્ચ નામ? ખરેખરએ શાકભાજી નહિ પણ છે એક ફ્રૂટ

Mukhya Samachar

હવે ઘરમેળે જ બનાવો સ્વાદિષ્ટ મેંગો શ્રીખંડ:જાણો સમગ્ર રીત

Mukhya Samachar

ટ્રેડિશનલને ભૂલીને લગ્નપ્રસંગમાં હવે એશિયન અને મિડલ ઈસ્ટર્ન ફૂડનો દબદબો!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy