Mukhya Samachar
Gujarat

74મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં સ્વચ્છ-ગ્રીન એનર્જી એફિશિઅન્ટ ગુજરાતની ઝાંખીને મળ્યો પીપલ્સ ચોઈસ એવોર્ડ

Clean-Green Energy Efficient Gujarat's Zhanki Receives People's Choice Award at 74th Republic Day Parade

નવી દિલ્હીમાં 74મા પ્રજાસત્તાક દિને “સ્વચ્છ-ગ્રીન એનર્જી એફિશિઅન્ટ ગુજરાત” થીમ પરની ગુજરાતની ઝાંખીને પીપલ્સ ચોઈસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત ‘ક્લીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ ટેબ્લોએ પીપલ્સ ચોઈસ એવોર્ડની શ્રેણીમાં પ્રથમ રેન્કિંગ હાંસલ કર્યું છે. 74મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી અને પરેડમાં 17 રાજ્યો અને 6 મંત્રાલયોએ પોતપોતાના ટેબ્લો રજૂ કર્યા હતા.

ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્વચ્છ અને હરિત ઉર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરવાનો ધ્યેય સફળતાપૂર્વક હાંસલ કર્યો છે.

પાટણ જિલ્લાના ચારણકા ખાતે એશિયાના પ્રથમ સોલાર પાર્કની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવી હતી. ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય પણ બન્યું છે.

Clean-Green Energy Efficient Gujarat's Zhanki Receives People's Choice Award at 74th Republic Day Parade

એફિશિયન્ટ ગુજરાત -ક્લિન ગ્રીન ઉર્જાયુકત ગુજરાતનો સંદેશ રજૂ કરતો ટેબ્લો

પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થઈ હતી. જેમાં દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આ ટેબ્લોમાં આપવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઇ રહ્યા છે, તો બીજી તરફ આ ઊર્જાસ્ત્રોને લીધે પ્રદુષણ વધતા સમગ્ર પૃથ્વી ઉપરનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો ”ક્લાઈમેટ ચૅન્જ”ના કારણે પૂર, ભૂ સ્ખલન, ત્સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે, જેની ગંભીર ચિંતા ચાલુ વર્ષે United Nations Climate Change Conference or Conference of the Parties of the UNFCCC દ્વારા કરવામાં આવી છે.

Clean-Green Energy Efficient Gujarat's Zhanki Receives People's Choice Award at 74th Republic Day Parade

ટેબ્લોમાં કચ્છ, મોઢેરા અને સૂર્યમંદિરની ઝાંખીની થઈ હતી રજૂઆત

પરેડમાં રજૂ કરવામાં આવેલા ટેબ્લોમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન હતું. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે.

જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતના મોઢેરાનું જાણીતું સૂર્યમંદિર દર્શાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મોઢેરા 24 કલાક BESS ( બેટરી એનર્જી સોલર સિસ્ટમ)થી સંચાલિત છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.

Clean-Green Energy Efficient Gujarat's Zhanki Receives People's Choice Award at 74th Republic Day Parade

આ સાથે PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉપ્તાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત, કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પરિવેશમાં સજ્જ રણના વાહન ઊંટને દોરી જતી ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ ઝાંખીમાં રજૂ કરવામાં આવ્યા છે.

Related posts

મતદાન જાગૃતિ વધારવા ચૂંટણી પંચે ગુજરાત કેમિસ્ટ સાથે કર્યાં MoU મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે

Mukhya Samachar

શ્રી સમેદ શિખરજીને લઈને જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો, ગુજરાતના મંદિરમાં તોડફોડથી સમાજ ગુસ્સામાં

Mukhya Samachar

સૌરાષ્ટ્રમાં મેઘરાજનું તાંડવ! ફોફળ નદી પરનો પુલ થયો ધરાશાયી! જાણો સૌરાષ્ટ્રમાં કેવી તારાજી સર્જાઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy