Mukhya Samachar
Gujarat

પૂર્વ સી.એમના ગઢમાં સીએમ પટેલનો ભવ્ય રોડ શો: લોકોએ પટેલને વધાવ્યા

CM BHUPENDRA PATEL ROAD SHOW
  • પૂર્વ સી.એમના ગઢમાં સી.એમ. પટેલનો ભવ્ય રોડ શો
  • 3.5 કિલોમીટરના રોડ શોમાં ભાજપનું શક્તિ પ્રદર્શન
  • રાજકોટ વાસીઓએ ભુપેન્દ્ર પટેલનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું
cm bhupendra patel rajkot road show
CM Patel’s grand road show in East CM’s stronghold: People greeted Patel

રાજકોટમાં આજે હાઈ વોલ્ટેજ પોલિટિક શો જોવા મળશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 3.5 કિલોમીટરનો ભાજપનો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. સવારે 10 વાગ્યે સીએમ ભુપેન્દ્ર પટેલ આવી પહોચ્યા હતા. અને તેના બાદ પાંચ પ્રધાનો સાથે રોડ શોનો પ્રારંભ કર્યો હતો. રોડ શોના રૂટ પર અનેક સ્થળોએ ભુપેન્દ્ર પટેલનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

cm bhupendra patel  rajkot road show
CM Patel’s grand road show in East CM’s stronghold: People greeted Patel

સાથે જ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાની સમરસ થયેલ 130 ગ્રામ પંચાયતના સરપંચ, તથા 5 વર્ષથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનુ બહુમાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટવાસીઓ માટે આજે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામુ આજે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તેમજ રોડ શોના રૂટમાં આવતા તમામ રસ્તાઓને નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1 ગ્યાનો સમય રાજકોટવાસીઓ માટે આકરો બની રહેશે. તેઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.

cm bhupendra patel rajkot road show
CM Patel’s grand road show in East CM’s stronghold: People greeted Patel

રાજકોટના રાજમાર્ગો પર મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતા. ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથેજ સમગ્ર રાજકોટ દેશભક્તિના રંગે રંગાયુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના રોડ શોમાં રાજકોટની જનતાએ  ઉમળકા ભેર ઉમટી પડી મુખ્યમંત્રી પર પુષ્પવર્ષા કરી અદકેરુ સ્વાગત કર્યુ કર્યુ હતું. મુખ્યમંત્રી પટેલ અને  નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી. સી. આર .પાટીલે ખુલ્લી જીપમાં લોકો નું અભિવાદન ઝીલ્યું હતું. રાજ્યમંત્રી મંડળ ના મંત્રીશ્રીઓ પણ આ અવસરે જોડાયા હતા.

Related posts

દિવાળી આવતા જ ખાનગી બસોના ભાડા થયા ડબલ! સૌરાષ્ટ્ર તરફ આવતી બસો થઈ હાઉસ ફૂલ

Mukhya Samachar

અમરેલીમાં થોરડી ગામના મજૂર શ્રમિકને 5 લાખ 80 હજાર 151નું વિજબીલ!

Mukhya Samachar

ન્યૂઝીલેન્ડ પણ ગુજરાતીઓ માટે નથી સલામત! ઓકલેન્ડમાં લૂંટારુઓએ કરી નવસારીના યુવાનની ઘાતકી હત્યા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy