Mukhya Samachar
National

પંજાબમાં સીએમ અને અનેક રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી: ધમકીભર્યો પત્ર મળતા રાજ્ય સરકાર એલર્ટ

CM threatens to blow up several railway stations in Punjab: State government alert after receiving threatening letter
  • ધમકીભર્યો પત્ર મળતા પંજાબમાં મચ્યો હડકંપ
  • CM સહિત અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી  ઉડાવી દેવાની ધમકી
  • સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું

CM threatens to blow up several railway stations in Punjab: State government alert after receiving threatening letter

પંજાબથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બુધવારના રોજ પંજાબના મુખ્યમંત્રી, રાજ્યપાલ, ઉચ્ચ અધિકારીઓ તેમજ રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો એક પત્ર મળ્યો છે. સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પર ટપાલના આધારે આ ચિઠ્ઠી પહોંચી છે. આ ચિઠ્ઠી હિન્દી અને ઉર્દુમાં લખવામાં આવી છે. જો કે, ધમકીભરેલા આ પત્ર બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

CM threatens to blow up several railway stations in Punjab: State government alert after receiving threatening letter

મળતી જાણકારી અનુસાર, જ્યારે જમ્મુ તવી ટ્રેન આવી ત્યારે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા આ ચિઠ્ઠી મળી આવી. 21 મે સુધીમાં ઉગ્રવાદી સંગઠનો તરફથી પંજાબમાં લગભગ રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર મીડિયામાં વાયરલ થયાના લગભગ ચાર કલાક બાદ સુલતાનપુર લોધીની પોલીસ રેલવે સ્ટેશને પહોંચી. ત્યાર બાદ આખુંય રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું.

CM threatens to blow up several railway stations in Punjab: State government alert after receiving threatening letter

સુલતાનપુર લોધી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તરે કહ્યું કે, “આજે પોસ્ટ દ્વારા મળેલા ધમકીભર્યા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બદલો લેવા માટે સુલતાનપુર લોધી, ફિરોઝપુર અને જલંધર જેવાં મોટા રેલ્વે સ્ટેશનોને 21 મે સુધીમાં ઉડાવી દેવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીએમ ભગવંત માન અને અન્ય કેટલાક લોકો પર પણ હુમલો કરવામાં આવશે. બાદમાં પોલીસે કહ્યું કે, ધમકીભર્યો પત્ર મળ્યા બાદ તપાસના ભાગરૂપે હાલ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

ચીન બોર્ડર પાસે ગર્જના કરશે ભારતીય ફાઈટર પ્લેન, તવાંગ અથડામણ બાદ વાયુસેના બતાવશે તાકાત

Mukhya Samachar

ભારતનો સૌથી મોટો વાહનચોર ઝડપાયો! 32 વર્ષમાં કરી 6000 કારની ચોરી, પોતાના નામે મંદિર પણ બનાવ્યું

Mukhya Samachar

ઓડિશાથી દુબઈ, સિંગાપોર અને બેંગકોકની સીધી ફ્લાઈટ, સીએમ પટનાયકે બેઠકમાં આપી મંજૂરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy