Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઓછી થશે ઠંડી, રાજ્યના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

Cold will reduce in Gujarat in the next 3 days, chance of unseasonal rain in parts of the state: Meteorologist Ambalal Patel

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વરતાઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી 3 દિવસમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડીમાં ઘટાડો થશે.

Cold will reduce in Gujarat in the next 3 days, chance of unseasonal rain in parts of the state: Meteorologist Ambalal Patel

આગામી 28, 29 અને 30 જાન્યુઆરીમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે પંચમહાલ અને વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક-ક્યાંક છાટા પણ પડી શકે છે.

Cold will reduce in Gujarat in the next 3 days, chance of unseasonal rain in parts of the state: Meteorologist Ambalal Patel

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષોપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. દેશની વાત કરીએ તોક ,આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા રહેશે. જ્યારે અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડી શકે છે.

જો આજના તાપમાનની વાત કરીએ તો, લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા રાજ્યભરમાં ઠંડુગાર શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદમાં 8.6 ડિગ્રી, વડોદરામાં 12.8 ડિગ્રી, ભાવનગરમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, રાજકોટમાં 8.5 તેમજ સુરતમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Related posts

ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વિજય, જંગી લીડનો રેકૉર્ડ બનાવે તેવી શક્યતા

Mukhya Samachar

હવે ઘરે બનાવો બજાર જેવું  સ્વાદિષ્ટ અથાણું અને કરો રૂપિયાની બચત 

Mukhya Samachar

કંડલાથી હજારો પ્રતિબંધિત ઇ સિગારેટ કસ્ટમ વિભાગે ઝડપી પાડી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy