Mukhya Samachar
National

પંજાબના ભઠિંડામાં બસ સ્ટેન્ડમાં આગ લાગતા કંડક્ટરનું મોત: 3 બસો બળીને ખાખ

Conductor dies in bus stand fire in Punjab's Bhatinda: 3 buses burnt
  • પંજાબના ભઠિંડા ખાતે બસ સ્ટેન્ડમાં લાગી ભીષણ આગ
  • ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ
  •  એક કંડક્ટરનું દુર્ઘટનામાં  મોત નિપજ્યું

Conductor dies in bus stand fire in Punjab's Bhatinda: 3 buses burnt

પંજાબના ભઠિંડાથી મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભઠિંડાના બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક કંડક્ટરનું મોત પણ નિપજ્યું છે. ભીષણ આગ લાગવાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.પહેલાં એક બસમાં આગ લાગી હતી અને પછી જોતજોતામાં જ અન્ય બસો પણ આગની ઝપેટમાં આવી ગઇ. જો કે આ ઘટનાની જાણ થતા જ તુરંત ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે હાજર થઇ ગઇ હતી. હાલમાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. હાલમાં પોલીસ આ આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ કરી રહી છે. આ મોડી રાતની ઘટના છે. 

Conductor dies in bus stand fire in Punjab's Bhatinda: 3 buses burnt

હાલમાં પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે અને તેમાં કોઈ બહારની વ્યક્તિનો હાથ છે કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બે બસો બસ સ્ટેન્ડ પર ઉભી રહેતાં જ તુરંત આગ ફાટી નીકળી હતી. જોતજોતમાં જ 3 બસો આગની લપેટમાં આવી ગઇ હતી. આ દુર્ઘટનામાં બસની અંદર બેઠેલો કંડક્ટર આગમાં જીવતો ભડથું થઇ ગયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક ત્રણ બસોને આ રીતે આગ લાગવાનું કારણ કદાચ તેની પાછળ ષડયંત્ર પણ હોઈ શકે છે, જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

 

Related posts

દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો! કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં થાય છે આ તકલીફ

Mukhya Samachar

CDS જનરલ અનિલ ચૌહાણે સેનાના પૂર્વ મુખ્યાલયની મુલાકાત લીધી, કમાન્ડન્ટ કલિતાને મળ્યા

Mukhya Samachar

31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી ચાલશે રાજ્યસભાનું સત્ર, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે નાણામંત્રી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy