Mukhya Samachar
Politics

ગુજરાત ચૂંટણીને લઈ કોંગ્રેસે કરી વચનોની લહાણી! શિક્ષણ, ખેડૂત સહિતના મુદ્દે કરાઈ જાહેરાત

Congress has broken its promises regarding the Gujarat election! Announcement made on issues including education, farmers

રાજસ્થાનના CM અશોક ગેહલોતે ગુજરાત ચૂંટણીને લઈ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ‘જનતાની સરકાર’ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.

જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનોની લ્હાણી

  • કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે
  • 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી કરાશે
  • 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે
  • પેપર ફૂટવા અટકાવવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે
  • નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરાશે
  • શિક્ષણ આરોગ્યના વ્યાપારીકરણ પર રોક લગાવવામાં આવશે
  • તમામ નદીઓની સાફ સફાઈ કરવામાં આવશે
  • 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષિત મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરાશે
  • આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી
  • સ્કૂલ ફીમાં 20 ટકા રકમનો ઘટાડો કરવામાં આવશે

Congress has broken its promises regarding the Gujarat election! Announcement made on issues including education, farmers

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

શિક્ષણ

– ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં ૨૦%નો ઘટાડો

પશુપાલન

લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય
– પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે

સૌને ધરના ઘર

– ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના

-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા
– વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા

SC,ST,OBC, લઘુમતી

– વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે
– ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે

Congress has broken its promises regarding the Gujarat election! Announcement made on issues including education, farmers

પંચાયતી રાજ

– ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે

– મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે

મહિલા સુરક્ષા

– મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ

– આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી

ખેડૂત

– દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના

– કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે

માછીમાર

– માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે
– માછીમારોનું રૂ. ૩ લાખ સુધીનું દેવુ માફ

પર્યાવરણ સુરક્ષા

– 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા
– તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત  કરવા એક્શન પ્લાન

વ્યાપાર ઉદ્યોગ

– વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે

– ઈન્ક્મ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

– કૃષિ ક્ષેત્રે ૨૫ વર્ષની જરૂરિયાતોનું આયોજન

– વીજળી ઉત્પન્ન કરી શકે માટે ૨ KVની સોલર પેનલ સબ્સિડી

લોકશાહી

– બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે

મોંઘવારી

શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક

નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો

રોજગાર

– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

કલા-સંસ્કૃતિ-અસ્મિતા

– પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવામાં આવશે

– વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટેના પ્રયાસ

Related posts

ભાજપની પાર્લમેન્ટરી બોર્ડ આજની બેઠકમાં આ મુદ્દો હશે ચર્ચાનો વિષય!

Mukhya Samachar

મમતા બેનર્જીએ કરી PM મોદી સાથે મુલાકાત

Mukhya Samachar

કોંગ્રેસ છોડવા અંગેની અટકળો વચ્ચે હાર્દિકે કહ્યું: હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું! માંરે કોઈ વાત સાબિત કરવાની નથી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy