Mukhya Samachar
Politics

હાથી ઘોડા પાલકી જૈ કનૈયા લાલકીના નાદ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકા પહોચ્યા

Rahul Gandhi reached Dwarka
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકા પહોચ્યા
  • ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી રહશે હાજર
  • ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી રાહુલ ગાંધીએ પ્રવેશ કર્યો
Rahul Gandhi reached Dwarka
Congress leader Rahul Gandhi reached Dwarka with the sound of elephant horse palanquin Jai Kanaiya Lalki

દ્વારકા કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી રાહુલ ગાંધીએ પ્રવેશ કર્યો હતો. ચિંતન શિબિરમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દ્વારિકાનગરીમાં શ્રી કૃષ્ણને યાદ કરી પક્ષ છોડનારાને કૌરવ ગણાવ્યાં હતા. તેમજ કહ્યુ કે, ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર છે.

Rahul Gandhi reached Dwarka
Congress leader Rahul Gandhi reached Dwarka with the sound of elephant horse palanquin Jai Kanaiya Lalki

ભગવાન દ્વારકાધીશની ધજાની પૂજા વિધિ પાદુકા પૂજન કર્યા બાદ રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુકાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ચાલી રહેલી ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. ત્રણ દિવસની આ ચિંતન શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજરી આપવા દ્વારકા પહોંચ્યા હતા. ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને શિશ ઝુકાવી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા હાસલ કરે તેવા આશિર્વાદ માગ્યા હતા. ચિંતન શિબિરમાં ચાર કલાક રહીને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને માર્ગ દર્શન આપવાના છે.

Rahul Gandhi reached Dwarka
Congress leader Rahul Gandhi reached Dwarka with the sound of elephant horse palanquin Jai Kanaiya Lalki

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશની ધજાની પૂજા વિધિ પાદુકા પૂજન કર્યા બાદ દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુકાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બીજા દિવસમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકા પહોંચ્યા ત્યારે ભાતીગળ સંસ્કૃતિની રાસ મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી ચિંતન શિબિરમાં હાજરી આપી છે અને કોંગ્રેસના ધારાસભ્ય, પ્રદેશ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ સહિત કોંગ્રેસના નેતાઓને માર્ગદર્શન આપશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી ચાર કલાક ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહી ત્યારબાદ દિલ્હી રવાના થશે.

Related posts

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા ખળભળાટ મચ્યો: જાણો શું કહ્યું ભરતસિંહે

Mukhya Samachar

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ના 100 દિવસ પૂર્ણ, રાહુલ ગાંધી કરશે પ્રેસ કોન્ફરન્સ

Mukhya Samachar

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને તેના જ ગઢમાં હારનો સામનો કરવો પડ્યો, જાણો કઈ સીટ પર કોણ જીત્યું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy