Mukhya Samachar
Gujarat

ચૂંટણીને લઈ કોંગ્રેસે બનાવ્યો એકસન પ્લાન! આ કેન્દ્રિય નેતાઓને સોપાઈ મોટી જવાબદારીઓ

Congress made an action plan for the election! These central leaders were entrusted with great responsibilities

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ધમધમાટા પૂર્વક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ઝોનલ અને લોકસભા ઓર્બ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે નિરીક્ષકોની યાદી પણ જાહેર કરી છે.

Congress made an action plan for the election! These central leaders were entrusted with great responsibilities

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ તમામ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે. આ દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કોંગ્રેસ જાહેર કરી છે. જેમાં ઝોનલ અધિકારીઓ સાથે લોકસભા બેઠક દીઠ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નિરીક્ષકોની  નિમણૂંક કરી દીધી છે. લોકસભા ચૂંટણી સહિત વિધાનસભાને ધ્યાનમાં રાખીને નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ કોંગ્રેસ દ્વારા લોકસભા દીઠ સિનિયર નિરીક્ષકોની નિમણૂક કરાઇ છે. જેમાં 32 સીનિયર નિરીક્ષકો અને 5 ઝોનલ નિરીક્ષકોને પણ જવાબદારી સોંપાઇ છે.

Congress made an action plan for the election! These central leaders were entrusted with great responsibilities

આજે કોંગ્રેસ દ્વારા ઝોનલ અને લોકસભા ઓર્બ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોન માટે મુકુલ વાસનિકની નિમણૂંક, સૌરાષ્ટ્ર ઝોન માટે મોહન પ્રકાશની નિમણૂંક, ઉત્તર ઝોન માટે બી.કે.હરીપ્રસાદની નિમણૂંક અને મધ્ય ઝોન માટે પૃથ્વિરાજ ચૌહાણની નિમણૂંક કરી છે.

 

Related posts

રાજ્યની પ્રથમ AIIMSના 5 OPD કાલથી શરૂ

Mukhya Samachar

T-20 મેચ દરમિયાન રાજકોટ-જામનગર હાઇવે પર આપવામાં આવશે ડાયવર્ઝન

Mukhya Samachar

ઉતર ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી! ભિલોડામાં 2કલાકમાં 2ઇંચ ખાબક્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy