Mukhya Samachar
Politics

કોંગ્રેસને લાગ્યો મોટો જટકો: કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Congress leader resigns
  • 37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી
  • કહ્યું-લડવા ન માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું
  • ભાજપમાં જોડાશે તેવી સંભાવના
Congress leader resigns
Congress suffers major setback: Veteran Congress leader resigns

ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાશે એમ ભાજપનાં સૂત્રોનું કહેવું છે. તેમજ રાજીનામું આપ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પત્ર પણ પોસ્ટ કર્યો છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

Congress leader resigns
Congress suffers major setback: Veteran Congress leader resigns

આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવક્તા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વિટર એકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો મતલબ તેમણે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે. મારા સાથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો, આપસૌ સાક્ષી છો કે કોંગ્રેસ પક્ષને હું હંમેશાં મારો પ્રથમ પરિવાર સમજતો હતો. દિલ અને દિમાગ બન્નેથી હું 24×7 પક્ષ માટે લડ્યો પણ છું અને જીવ્યો પણ છું.

Congress leader resigns
Congress suffers major setback: Veteran Congress leader resigns

પક્ષે શું આપ્યું એની પરવા કર્યા સિવાય મેં પક્ષને મારું સર્વસ્વ સોંપી દીધું હતું. જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે, એનો નિર્ણય મે પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનું કર્તવ્ય નિભાવ્યું. વિદ્યાર્થી કાળે રાજકારણમાં પગ મુક્યો ત્યારથી આજ દિન સુધી વૈચારિક સ્તરે હવાની ઉલટી દિશામાં પતંગ ચગાવવા જેવી કપરી કામગીરી પૂરી શક્તિ અને ક્ષમતાથી કરતો રહ્યો છું.

Related posts

અમિત શાહ ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાત લેશે, પાર્ટીને મજબૂત કરવા માટે ઘણી બેઠકો થશે

Mukhya Samachar

યુપીની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ફટકો માર્યો

Mukhya Samachar

કલાકાર બન્યા કમળના સાથી: ચૂંટણી પહેલા ગુજરાતી કલાકારો જોડાયા ભાજમાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy