Mukhya Samachar
Politics

પંચમહાલમાં કોંગ્રેસ કાર્યકરોએ BJP નેતાઓને ઘેર્યા! પોલીસે હવામાં કરવું પડ્યું ફાયરિંગ

Congress workers surrounded BJP leaders in Panchmahal! The police had to fire in the air

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકીય પક્ષો સાબદા થઈ ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના સ્ટાર પ્રચારકોને તૈયાર રાખવામાં આવ્યા છે. તૈયારી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો કબજે કરવા કમર કસી છે. એવામાં પંચમહાલ જિલ્લામાં ભાજપના કાર્યકરો પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. એવામાં પંચમહાલ જિલ્લાના શહેરાની અણીયાદ ચોક પર બબાલ થઈ છે. અણીયાદ ચોકડી પર ભાજપના કાર્યકરો પર હુમલો કરાયો છે. આ ઉપરાંત ટોળાને વિખેરવા માટે પોલીસે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાના પણ સમાચાર મળ્યા છે. હાલ કોંગ્રેસના 6 કાર્યકરો સામે નામજોગ અને 50ના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Congress workers surrounded BJP leaders in Panchmahal! The police had to fire in the air

એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, રંગીત ગલા પટેલ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરાયો છે. ભાજપના પ્રચારમા વાહન આપનાર વાહન માલિકને જાનથી મારી નાખવાના ઈરાદે ટોળાએ હુમલો કર્યો અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. સમગ્ર મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં 50 લોકોના ટોળા અને 6 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ગોધરા વિધાનસભા બેઠક માટે મહિલા ઉમેદવાર તરીકે રશ્મિતાબેન ચૌહાણનું નામ જાહેર થતાની સાથે શહેરના વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. ગોધરા ખાતે વિશ્વકર્મા ચોકમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવતા કાચના ભુક્કા બોલી ગયા છે. અજાણ્યા બાઈકસવાર શખ્સો તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા.

 

Related posts

ભારત જોડો યાત્રાઃ શ્રીનગરમાં હિમવર્ષા વચ્ચે રાહુલે લહેરાવ્યો ત્રિરંગો, આજે સમાપ્ત થશે પદયાત્રા

Mukhya Samachar

ગુજરાતમાં પકડાતા ડ્રગ્સ લઇ રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યા તીખા સવાલો

Mukhya Samachar

સંતો મહંતોના આશિર્વાદ લઈ હાર્દિક 12 વાગ્યે જોડાશે ભાજપમાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy