Mukhya Samachar
Gujarat

U.N મહેતા હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂંકને લઇ થયો વિવાદ! હાઈકોર્ટમાં અરજી પડકારતા ગુજરાત સરકારને નોટિસ અપાઈ

Controversy over the appointment of the director of U.N. Mehta Hospital! Challenging the petition in the High Court, a notice was given to the Gujarat government

યુ.એન મહેતા હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. આ વખતે નવા ડિરેક્ટરની નિમણૂકના કારણે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ચર્ચામાં આવી છે. વાસ્તવમાં હોસ્પિટલના ડિરેક્ટરના પદ પર 73 વર્ષીય આર.કે. પટેલની નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે. એક અરજદારે UN મહેતા હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારી છે.

અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, નિયમ મુજબ ડિરેક્ટરે પદે નિમણૂક થતા વ્યક્તિની વય 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ, પરંતુ સરકારે 73 વર્ષીય આર.કે પટેલની નિમણૂક કરી છે. તે ગેરકાયદે છે અને હોસ્પિટલના નિયમોની વિરૂદ્ધ છે.

Controversy over the appointment of the director of U.N. Mehta Hospital! Challenging the petition in the High Court, a notice was given to the Gujarat government

અરજદારે જણાવ્યું છે કે, અગાઉ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ડની ઉંમર થતા તેમને પણ ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. તો આર.કે પટેલની નિમણૂક સામે નિયમોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી? સરકારે કેમ 73 વર્ષના વ્યક્તિની હોસ્પિટલના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે? શું નિયમોનું ઉલ્લંઘન કરીને આર.કે પટેલને સાચવવામાં આવી રહ્યા છે?

હાઈકોર્ટમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવતા હાઈકોર્ટે આ મામલે સરકાર અને આર.કે પટેલને નોટિસ પાઠવી છે.  અરજદારની અરજી પર સુનાવણી 12 ડીસેમ્બરના રોજ કરાશે.

 

Related posts

અવકાશી આફત! ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ કલેકટરને અપાયા આ આદેશ

Mukhya Samachar

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પેપર આપતા તમારા બાળકને ઘરેબેઠા જોઈ શકશો! જાણો શું કરાઈ વ્યવસ્થા

Mukhya Samachar

ફરી સ્કૂલોમાં માસ્ક થયું ફરજીયાત…

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy