Mukhya Samachar
Entertainment

કોરોના પહોચ્યો બૉલીવુડમાં: આ એક્ટર થયા સંક્રામિત

arjun kapoor corona positive
  • અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કોરોના પોઝિટિવ
  • કોરોના હવે બૉલીવુડ સુધી પાહોચી ગયો
  • અભિનેત્રી મલાઈકાનો પણ ટેસ્ટ કરાશે

કોરોનાનું સંક્રમણ બોલિવૂડ સુધી પહોંચી ગયું છે. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કોરોના પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને ક્વોરેન્ટાઈન થઈ ગયા છે અને તેઓએ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તો બીજી તરફ અભિનેત્રી મલાઈકાનો પણ ટેસ્ટ કરાશે. રિયા કપૂર અને તેના હસબંડ કરણ બૂલાનીનો પણ રિપોર્ટ આવ્યો પોઝિટીવ. અર્જુનની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડાનો પણ કોરોના ટેસ્ટ ફરીથી કરવામાં આવશે.

અર્જુન કપૂર અને અંશુલા કપૂર બીટાઉનના સૌથી મેચ્યોર ભાઈ-બહેન છે. બંને ભાઈ-બહેન દરેક સુખ-દુઃખમાં એકબીજાને સાથ આપતા જોવા મળે છે. હવે બંને એક સાથે કોરોના પોઝિટિવ થયા છે. હાલ સારવાર હેઠળ હોમ આઈસોલેશનમાં છે બીજી તરફ રિયા કપૂર અને કરણ બુલાની પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે કરીના અને અમૃતાના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા ત્યારે રિયા કપૂરનું નામ પણ ચર્ચામાં હતું. વાસ્તવમાં, રિયાએ તેના ઘરે ગેટ-ટુગેધર પાર્ટી રાખી હતી, ત્યારબાદ સેલેબ્સના કોરોના સંક્રમિત થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તે સમયે રિયાએ તેનો ટેસ્ટ કરાવ્યો અને તે નેગેટિવ આવ્યો.

મલાઈકાએ સાવચેતીના ભાગરૂપે પોતાનો ટેસ્ટ પણ કરાવ્યો હતો. ગત વખતે કોરોનાથી બચ્યા બાદ આ વખતે રિયા પણ કોરોનાથી બચી શકી નથી. રિયા કપૂરે સોશિયલ મીડિયા પર પોતે કોવિડ પોઝિટિવ છે, તેની માહિતી આપી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે, ‘હા, સંપૂર્ણ સાવચેતી રાખ્યા પછી પણ હું કોવિડ પોઝિટિવ છું. આ મારી ખાનગી સ્વાસ્થ્ય બાબત છે, પરંતુ મને ખબર નથી કે તેને આટલો મોટો મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે. આ માહિતી માત્ર સરકારી અને મેડિકલ સાથે જોડાયેલા લોકો માટે છે જેથી તેઓ તેમનું કામ કરી શકે, પરંતુ કોઈ ગોસિપ સાઇટ માટે નહીં. હવે ચાહકો કપૂર પરિવારના બાકીના લોકોની તબિયતને લઈને ચિંતિત છે. જ્હાન્વી, ખુશીના કોવિડ રિપોર્ટ વિશે માહિતી આવવાની બાકી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જ્હાન્વી ટ્રીપ કરીને ઘરે આવી છે.

Related posts

‘ફર્જી’નું મોશન પોસ્ટર રિલીઝ, શાહિદ અને વિજય બાદ આ સ્ટાર્સ જોવા મળ્યા જોરદાર સ્ટાઈલમાં

Mukhya Samachar

જુબીન નૌટીયાલ-મૌની રોયની જોડી ફરી એકસાથે, નવા ગીતમાં દેખાણા રોમેન્ટિક અંદાજમાં

Mukhya Samachar

બૉલીવુડ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાનો કહેર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy