Mukhya Samachar
National

દેશમાં કોરોનાએ પકડી રફતાર:વધતાં કેસોએ વધાર્યું તંત્રનું ટેન્શન! જુઓ ક્યાં પહોંચ્યો આંકડો

Corona picks up speed in the country: Rising cases increase system tension! See where the figure reached
  •  ભારતમાં કોરોનાના નવા 3157 કેસ છેલ્લાં 24 કલાકમાં
  • એક્ટિવ કેસનો આંક પણ 19,500 એ પહોંચ્યો
  • દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે 1,485 કેસ નોંધાયા 

Corona picks up speed in the country: Rising cases increase system tension! See where the figure reached

દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી નવા કેસ 3 હજારને પાર પહોંચ્યા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 19 હજારને પાર પહોંચી છે. આજે કોરોનાના નવા 3157 કેસ તો 19500 એક્ટિવ કેસ નોંધાયા છે.ભારતમાં સૌથી વધુ 5 સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે 1,485 કેસ છે. તો હરિયાણામાં 479, કેરલમાં 314, ઉત્તર પ્રદેશમાં 268 અને મહારાષ્ટ્રમાં 169 કેસ મળી આવ્યા છે.રવિવારે દિલ્હીમાં કોરોનાના 1,485 નવા કેસ નોંધાયા હતા. જો કે, કોઈનું મૃત્યુ ન હોતું થયું. રાજધાનીમાં પોઝિટિવિટી દર વધીને 4.89 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં 18,84,560 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 26,175 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.છેલ્લાં કેટલાંય દિવસોથી દેશમાં સતત કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.

Corona picks up speed in the country: Rising cases increase system tension! See where the figure reached

ત્યારે દિલ્હી એનસીઆર (Delhi NCR) ની નજીક આવેલા યુપીના નોઈડા (Noida) અને ગાઝિયાબાદ (Ghaziabad) માં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેથી સરકાર દ્વારા નોઈડામાં એટલે કે યુપીના ગૌતમ બુદ્ધ નગર માં 31 મે સુધી કલમ 144 લાગુ કરી દેવાઇ છે. જો કે, સરકારે નોઈડામાં માસ્ક અને ઘણા નિયમોની સખતાઇ પહેલેથી જ વધારી દેવાઇ છે.છેલ્લાં કેટલાંક દિવસોથી યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે તેને ધ્યાનમાં રાખતા સરકારે નોઇડા, ગાઝિયાબાદ અને લખનઉ સહિત રાજ્યના સાત જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત બનાવ્યા હતા. જો કે, પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ન થતા એકવાર ફરી સરકારે કડક નિર્ણય લીધો છે. સરકારે નોઈડામાં 31 મે સુધી કલમ 144 લાગુ કરી દીધી છે.

Related posts

બેન્ક જતાં પહેલા આ તારીખ જોઈ લેજો નહિતર થશે ધક્કો!

Mukhya Samachar

પૃથ્વી તરફ આવી રહ્યો છે એફિલ ટાવરની સાઇઝ નો એસ્ટરોઈડ,આ તારીખે આવી જશે પૃથ્વીની નજીક

Mukhya Samachar

તેલંગાણા જીતવા માટે BJPની મોટી યોજના, નડ્ડા બૂથ લેવલના કાર્યકરોને સંબોધશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy