Mukhya Samachar
National

કોરોનાનો રાફડો ફાટયો: છેલ્લા 24 કલાકમાં 58 હજાર નવા કેસ નોંધાયા

corona update
  • કોરોનાનો રાફડો ફાટયો નવા 58 હજાર સંક્રમિત થયા
  • સાડાપાંચ મહિના પછી પહેલીવાર આટલા બધા કેસ નોંધાયા
  • અનેક રાજ્યોએ નિયમો કડક કર્યા, ગાઈડ લાઇન લાદી

મંગળવારે દેશમાં કોરોના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 56%ના વધારા સાથે 58 હજાર 97 કેસ સામે આવ્યા છે, જ્યારે 534 લોકોનાં મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 14 હજાર થઈ છે. દેશમાં અત્યારસુધી 3.43 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે 4.82 લાખ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધી કુલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝ અપાયા છે. દેશમાં સાડાપાંચ મહિના પહેલાં, એટલે કે 19 જુલાઈના રોજ 58 હજાર 588 નોંધાયા હતા.

corona update
Corona rupture: 58,000 new cases reported in last 24 hours

રાજ્ય મુજબ વાત કરીએ તો ગુજરાતમાં 2,265 કેસ, મહારાષ્ટ્રમાં 18,466 કેસ, દિલ્હીમાં 5,481 કેસ, બંગાળમાં 9,073 કેસ, કર્ણાટકમાં 2,479 કેસ, કેરળમાં 3,640, તામિલનાડુમાં 2,731 કેસ, રાજસ્થાનમાં 1,137 કેસ, તેલંગાણામાં 1,052, પંજાબમાં 1,027, બિહાર 893, ઓડિશા 680, ગોવા 592, આંધ્રપ્રદેશ 334, હિમાચલમાં 260 કેસ નોધાયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિબંધો વધુ કડક કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે વીકેન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે શનિવાર અને રવિવારે કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જરૂરી સેવાઓને છોડીને દરેક ઓફિસ બંધ રહેશે. આ દરમિયાન કર્મચારી ઘરેથી જ કામ કરશે.

ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલાં 29 મેના રોજ એટલા કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગનો અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્રમાં દરેક લહેરમાં ગંભીર સંક્રમણ જોવા મળ્યું હતું. આ વખતે પણ અહીં ઓમિક્રોનવાળી ત્રીજી લહેરનું સંકટ મંડરાઈ રહ્યું છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજારથી વધુ નવા કેસોએ હડકંપ મચાવ્યો છે. મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરે મંગળવારે કહ્યું હતું કે જો અહીં દિવસના 20,000 કેસોનો આંકડો પાર થશે તો કેન્દ્ર સરકારના નિયમો અનુસાર શહેરમાં લોકડાઉન લાગુ કરાશે.

corona update
Corona rupture: 58,000 new cases reported in last 24 hours

પશ્ચિમ બંગાળમાં કોરોનાના નવા 9,073 કેસ સામે આવ્યા છે, જ્યારે 3768 સાજા થયા છે અને 16 લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ બંગાળમાં હાલ એક્ટિવ કેસ 25,475 છે. બંગાળમાં સ્વિમિંગ પૂલ, સ્પા, બ્યૂટિપાર્લર, સિનેમા હોલ, ટૂરિસ્ટ સ્પોટ બંધ કરવામાં આવ્યા છે અને શોપિંગ મોલ્સમાં 50% લોકોને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પંજાબ સરકારે પણ કોવિડના કેસોમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યૂ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય થિયેટરોને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમામ પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ અંગે જારી કરાયેલા આદેશ અનુસાર, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ અને કોચિંગ સેન્ટરો બંધ રહેશે.

corona update
Corona rupture: 58,000 new cases reported in last 24 hours

જો કોરોનાની પ્રથમ અને બીજી લહેરની જેમ લોકડાઉન લાગુ થાય છે, તો શાળાઓ, કોલેજો, કોચિંગથી લઈને શોપિંગ મોલ, થિયેટર મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં વગેરે બંધ થઈ શકે છે. મંદિર-મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ખુલ્લા રહેશે, પરંતુ દર્શનાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ હોઈ શકે છે. એ જ સમયે ફક્ત મર્યાદિત લોકો જ લગ્નમાં હાજરી આપી શકશે. તેમજ કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ પણ હોઈ શકે છે. આ ઉપરાંત રાજ્યોની સરહદો પર લોકોની તપાસ કરવામાં આવશે તેમજ લોકોને કોઈપણ જગ્યાએ એકઠા થવા દેવામાં આવશે નહીં.

Related posts

G20ના અધ્યક્ષપદના અવસરને યાદગાર બનાવવા માંગે છે મોદી સરકાર, થઈ રહી છે આ ખાસ તૈયારીઓ

Mukhya Samachar

 સરકારે આપ્યા સારા સમાચાર: થશે સિવિલ ડિફેન્સ અને રેલવેના પદો પર ભરતી

Mukhya Samachar

દેશના 25 એરપોર્ટને 2022 થી 2025 વચ્ચે લીઝ પર આપવાની તૈયારી, સરકારે રાજ્યસભામાં માહિતી આપી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy