Mukhya Samachar
National

ચક્રવાતી તોફાન ‘Asani’એ પકડ્યું જોર: જાણો અગામી 24 કલાકમાં ક્યાં થશે તેની અસર 

Cyclone Asani hits the ground running: Find out where the impact will be in the next 24 hours
  • બંગાળની ખાડીમાં આવેલા  તોફાનનું  વાવાઝોડામાં પરિવર્તન  થયું 
  • આગામી 24 કલાકમાં Cyclone Asani વધુ તીવ્ર બને તેવી શક્યતા
  • વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે

Cyclone Asani hits the ground running: Find out where the impact will be in the next 24 hours

બંગાળની ખાડીમાં આવેલું તોફાન રવિવારના રોજ તેજ થઇને તે વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું છે. જેની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું કે, ‘આસની’ (Cyclone Asani) નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.  જો કે, દરિયાકાંઠાના વિસ્તારને અથડાયા વિના આ વાવાઝોડું આવતા સપ્તાહ સુધીમાં નબળું પડી શકે છે. હવામાન કચેરીએ જણાવ્યું કે, વાવાઝોડાંની અસરના કારણે ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન અને વરસાદની શક્યતા સેવાઇ રહી છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, ‘વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇને તે વધારે તીવ્ર બની શકે છે. IMD દ્વારા વાવાઝોડાંની આગાહી મુજબ, વાવાઝોડું 10 મેની સાંજ સુધીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ કિનારે પહોંચવાની શક્યતા છે. ત્યાર બાદ તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળવાની અને ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે

Cyclone Asani hits the ground running: Find out where the impact will be in the next 24 hours

. ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવા સાથે મંગળવારથી ગંભીર ચક્રવાતી તોફાન ધીમે-ધીમે નબળું પડવાનું અનુમાન છે. IMDએ જણાવ્યું કે, મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ 9 મેના રોજ ખરાબ અને 10 મેના રોજ ખૂબ જ ખરાબ થઇ જશે. 10 મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.હવામાન વિભાગના કાર્યાલયના જણાવ્યાં અનુસાર, ચક્રવાતી તોફાનનું નામ ‘આસની’ (Asani) રાખવામાં આવ્યું છે, જે ‘ક્રોધ’ માટે ઉપયોગમાં આવતો સિંહલી શબ્દ છે. આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમમાં બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં કેન્દ્રિત છે. બીજી તરફ, તોફાનને ધ્યાનમાં રાખીને માછીમારોને 10 મેથી આગામી સૂચના સુધી સમુદ્ર અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Related posts

પૂણેમાં યોજાશે ‘G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ’ની બેઠક, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ હશે સહ-અધ્યક્ષ

Mukhya Samachar

26 જાન્યુઆરી પર થયો મહાકાલનો વિશેષ શૃંગાર, શિવલિંગ પર દેખાણું તિરંગાનું ભવ્ય સ્વરૂપ

Mukhya Samachar

પડોશી ધર્મ નિભાવતું ભારત: શ્રીલંકાને ભારતે મોકલ્યું 40 હજાર મેટ્રિક ટન પેટ્રોલ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy